Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજ માટે ‘બાય- બાય નવરાત્રી મહોત્‍સવ': પ્રથમ વખત જાજરમાન આયોજન

એક લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, ખેલૈયાઓ ઝુમશે પાસ વિતરણ

રાજકોટઃ રંગીલા રાજકોટ શહેરમાં નવરાત્રી મહોત્‍સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. ત્‍યારે શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્‍સવ પૂર્ણ થયા બાદ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત મા ભગવતીની આરાધના કરવા માટે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજ માટે ‘બાય- બાય નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૨'નું આયોજન તા.૬/૧૦ને ગુરૂવારે સાંજે ૭ કલાકથી રજવાડી ગ્રાઉન્‍ડ, બાલાજી હોલ પાસે, આયોજન કરવામાં આવેલ છે.

આ નવરાત્રી મહોત્‍સવમાં ૧ લાખ વોટની સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ તેમજ અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, સેલ્‍ફી ઝોન તેમજ આકર્ષીત લાઈટીંગ, વિશાળ ગ્રાઉન્‍ડ તેમજ ચુસ્‍ત સીકયુરીટી તેમજ નિર્ણાયકો દ્વારા પ્રિન્‍સ- પ્રિન્‍સેસની યોગ્‍ય પસંદગીઓ કરવામાં આવશે. આ નવરાત્રી મહોત્‍સવ ફકત અને ફકત શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજના લોકો માટે જ હોવાનું જણાવાયું છે. તમામ જ્ઞાતિજનોના ખેલૈયા ભાઈઓ, બહેનો તેમજ બાળકોએ ટ્રેડીશનલ ડ્રેસ પહેરવાનો રહેશે. વેલ ડ્રેસ, પ્રિન્‍સ, પ્રિન્‍સેસ માટે અવનવા ઈનામો આપવામાં આવશે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજના જ્ઞાતિજનોને પાસ મેળવી લેવા  વિનંતી પ્રમુખ હાર્દિક વી. ટાંક મો.૮૪૩૪૫ ૭૭૭૭૭ દ્વારા વિનંતી કરાઈ છે. પાસની ફી રૂા.૧૦૦ રાખેલ છે.

પાસ મેળવવાનું સ્‍થળ (૧) ધરતી મોબાઈલ, કોઠારીયા મેઈન રોડ, મો.૯૮૯૮૪ ૯૫૭૭૪, (૨) શ્‍યામ ઓટો ગેરેજ, બાલાજી હોલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ મો.૭૫૬૭૦ ૫૨૮૫૨, (૩) રામદેવ ઓટો ગેરેજ, રાજલક્ષ્મી સોસાયટી મેઈન રોડ, પટેલ ચોક પાસે મો.૮૨૩૮૨ ૬૫૬૬૨, (૪) ધરતી મોબાઈલ, ધરમ કોમ્‍પલેક્ષ, રોલેક્ષ રોડ મો.૮૯૮૦૯ ૩૯૮૦૯.

તસ્‍વીરમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન- રાજકોટ પ્રમુખ- હાર્દિકભાઈ વી.ટાંક, ઉપપ્રમુખ- રોહિતભાઈ એમ. ટાંક, ખજાનચી- અજયભાઈ વી.ચાવડા, ગૌતમભાઈ એચ. ચાવડા, ધ્રુવભાઈ એન. વાઘેલા, શૈલેષભાઈ પી. ટાંક, રાહુલભાઈ બી. ચૌહાણ, વિજયભાઈ જી. મકવાણા (ધરતી મોબાઈલ), મંત્રી- પ્રતીકભાઈ કે. ચૌહાણ અને સહમંત્રી- વિક્રમભાઈ પી. કાચા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:24 pm IST)