Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કન્‍ટેપરરી આર્ટ સોસાયટી અને નિલસીટી કલબના સંયુકત ઉપક્રમે નવદિવસીય કલા પ્રદર્શનનો પ્રારંભ

વિરેશ દેસાઇ, સુરેશ રાવલ, મહેન્‍દ્ર પરમાર, અશોક કાબર સહીત નામાંકિત કલાકારોના મૌલિક સર્જન માણવાની તક

રાજકોટ તા. ૨૮ : કન્‍ટેપરરી આર્ટ સોસાયટી ગુજરાત તેમજ નીલસીટી કલબ રાજકોટના સંયુકત ઉપક્રમે ‘રાજકોટ ચેપ્‍ટર'ના નામાંકિત કલાકાર વિરેશ દેસાઇ, સુરેશ રાવલ, મહેન્‍દમ્ર પરમાર, ઉમેશ કયાડા, નવનીત રાઠોડ, સજાદ કપાસ, અશોક કાબર, ફ્રાન્‍સીસ ડાયસ, અશ્વિન ચૌહાણ, મિતા ભટ્ટ, ધર્મેન્‍દ્ર સહાની તેમજ આમંત્રિત કલાકાર જયેશ શાહ દ્વારા મૌલિક સર્જનનું નવરાત્રીના નવ દિવસ કલા પ્રદર્શન યોજવામાં આવેલ છે.

તા. ૨૬ થી પ સુધી નિલસીટી કલબના ગરબાનું મેદાન, મુંજકા ચોકડી પાસે, નવો રીંગરોડ, પેટ્રોલપંપ સામે યોજાયેલ આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્‍સાહીત કરવાનો અને કલાનું સંવર્ધન કરવાનો છે. કોઇ જાતના વાડાભેદથી દુર રહી માત્ર મૌલિકતાને નજરમાં રાખી ગુજરાતી કલાકરોનો આ પ્રદર્શનમાં સમાવેશ કરાયો છે.

નલસીટી કલબના ખેલૈયાઓ અને દર્શકો આ પ્રદર્શનનો લાભ લઇ શકશે. રાત્રીના સરકારની ગાઇડ લાઇન મુજબ રાત્રીના ગરબા સમય દરમિયાન ખુલ્લુ રહેશે. તેમ ઉમેશ કયાડા (મો.૮૮૬૬૦ ૦૫૫૦૨) એ યાદીના અંતમાં જણાવેલ છે.

(4:31 pm IST)