Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રઘુવંશી પરીવાર રાસોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

રાજકોટ : બીજા નોરતે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રાત પડીને દિવસ ઉગ્યો હતો. રઘુવંશી ખેલૈયાઓએ શરૃઆતથી જ સિકસ સ્ટેપ, ફોર સ્ટેપ, ચલતી રમીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રથમ માતાજીની આરતી કરી, ત્યારબાદ ગરબાની શરૃઆત કરવામાં આવી હતી. જેમાં ખેલૈયાઓ પ્રથમ ફોર સ્ટેપ, ત્યારબાદ સિકસ સ્ટેપ, એ પછી ટીટોડો, ટપો, ડાકલા અને છેલ્લે ફ્રી સ્ટાઈલ ગરબા રમ્યા હતા અને અંતમાં વંદે માતરમ્ સ્ટેપ એટલે કે રાજકોટના દરેક ખેલૈયાઓનું મનપસંદ સ્ટેપ રમી દેશભકિતના રંગમાં રંગાઈ ગયા હતા.

સંપૂર્ણ પારીવારીક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓરકેસ્ટ્રા મેડ મ્યુઝીકના સથવારે જાણીતા ગાયકવંૃદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે રઘુવંશી ખેલૈયાઓએ અવનવા સ્ટેપ રમી મા જગદંબાની આરાધના કરી હતી.

અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સની સાથે વિશાળ સ્ટેજ ઉપર ટ્વીંકલ પટેલ અને મનોજ નથવાણીએ અદ્દભૂત એન્કરીંગ કરી તથા ગાયકો હરી ગઢવી, તરૃણ વાઘેલા, રઘુ ત્રિવેદી, જયોત્સના રાયચુરા, શ્રદ્ધા ખખ્ખર, ખુશી બદીયાણીએ માતાજીના ગરબા તથા ગુજરાતી ફિલ્મી રીમીકસ ગીતો ગાઈ થનગનાટ મચાવી દીધો હતો.

આયોજકો દ્વારા વેલડ્રેસ તથા પ્રિન્સ - પ્રિન્સેસને ઈનામો આપવામાં આવ્યા હતા. જેમા ફર્સ્ટ પ્રિન્સ તરીકે હર્ષ રાયઠઠ્ઠા, ફર્સ્ટ પ્રિન્સેસ મહેક પદમાણી જયારે વેલડ્રેસ બોયઝમાં વિરાદ ઉનડકટ, જયારે જુનિયર ખેલૈયામાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે પવન ગણાત્રા, ગર્લ્સમાં ક્રિષા સંઘાણી, વેલડ્રેસમાં સાચી કોટક સહિતના ખેલૈયાઓને લાખેણા ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા.

લીલીઝ ગ્રુમીંગના ભાવીનીબેન ખખ્ખર, પૂજાબેન ખખ્ખર, અમિતભાઈ પાબારી, પ્રગતિ લાઈટ્સના ઓનર બિમલભાઈ કોટેચા તેમજ ચાંદનીબેન કોટેચા, ભરતભાઈ ઉનડકટ પરીવાર સાથે રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડના ડીરેકટર સંદિપભાઈ લાખાણી, આદિત્ય બીરલા ફાયનાન્સના ધર્મેન્દ્રભાઈ સોમૈયા, રિલાયન્સ ટ્રેન્ડ્સના મેનેજર કવિતાબેન, રિલાયન્સ ડીજીટલના મેનેજર પાર્થભાઈ, ગરૃંદા ગેલેરીના ઓનર સાગરભાઈ તન્ના, નિલમ ચાના ઓનર રાજુભાઈ દાવડા, જયેશભાઈ દાવડા તેમજ મેહુલભાઈ માખેચા, રૃત્વી એજન્સીના જયમીનભાઈ વડેરા, રીશીતભાઈ કાછેલા, સુરેશભાઈ વડેરા, જયેશભાઈ જોબનપુત્રા, ભાવિકાબેન પોપટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પરેશભાઈ વિઠ્ઠલાણીની આગેવાની હેઠળ આ રાસોત્સવને સફળ બનાવવા પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ રૃપમ (મામા), શૈલેષભાઈ પાબારી (એસપી), હસુભાઈ ભગદેવ, રાકેશભાઈ પોપટ, પ્રકાશભાઈ સોમૈયા, કૌશિકભાઈ માનસાતા, બલમરામભાઇ કારીયા, જતીનભાઈ દક્ષીણી, ધર્મેશભાઈ વસંત, ઉમેશ સેદાણી, કલ્પેશભાઈ તન્ના, અશ્વિનભાઈ જોબનપુત્રા, મોહીતભાઈ નથવાણી, હરદેવભાઈ માણેક, મેહુલભાઈ નથવાણી, જતીનભાઈ પાબારી, રશેષભાઈ કારીયા, વિપુલ કારીયા, ડો.હાર્દિપ રૃપારેલ, ધવલ પાબારી, વિપુલ મણીયાર, રાજભાઈ વિઠલાણી, શ્યામલ વિઠલાણી, રાજુ બગડાઈ, હીરેન કારીયા, કેજસ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ અજાબીયા, અમિત અઢીયા, કીર્તીભાઈ શીંગાળા, મયંક પાઉં, કિશન વિઠલાણી, ચંદ્રેશભાઈ વિઠલાણી, અમિતભાઈ દક્ષીણી, ધ્રુવ રાજા, હેમાંગભાઈ તન્ના, પ્રેસ રીપોર્ટર જગદીશ ઘેલાણી, હિતેષભાઈ ગટેચા, કીરીટભાઈ કેસરીયા, વિમલ વડેરા, કલ્પેશ બગડાઈ, અશ્વિનભાઇ બુદ્ધદેવ, ધ્રુમિલ ગોંધીયા, આનંદ જોબનપુત્રા, બિમલભાઈ ગોટેચા, મયુર અનડકટ, રાકેશભાઈ ચંદારાણા, પંકજભાઈ ગણાત્રા, સમીર રાજાણી, રાજુ ખીમાણી, વિજય મહેતા, દર્શન કક્કડ, પાર્થ કોટક, મહેકભાઈ માનસાતા તેમજ મહિલા સમિતિના શીતલબેન બુદ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરૃબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રીતીબેન પાઉં, બિજલબેન ચંદારાણા, રત્નાબેન સેજપાલ તેમજ મધ્યસ્થ કાર્યાલયની સંપૂર્ણ જવાબદારી મહેન્દ્રભાઈ જીવરાજાની, હિમાંશુભાઈ કારીયા, જીજ્ઞેશભાઈ કોટેચા, વિમલભાઈ પારેખ, કાનાબાર સોનછાત્રા સહિતના સંભાળી રહ્યા છે. પાસ મેળવવા કે અન્ય માહિતી માટે મો.૯૮૨૪૪ ૦૦૦૩૦ પર સંપર્ક કરવો.(

(4:32 pm IST)