Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

એમએસએમઇને ઇ-ઇનવોઇસિંગ તરફ આગળ વધવા મદદ કરશે

ટેલી સોલ્‍યુશન્‍સ રાજકોટમાં ૧૦ કરોડ અને વધારે આવક ધરાવતા

રાજકોટઃ ૧૦ કરોડ અને તેનાથી વધારે ટર્નઓવર સાથે જીએસટી નોંધણી ધરાવતા વ્‍યવસાયો માટે ઇ-ઇનવોઇસિંગ સ્‍વીકાર્યતા માટેની સમયરેખા પૂર્ણ થવાની નજીક હોવાથી ટેલી સોલ્‍યુશન્‍સ તેમના વ્‍યવસાયોને એના સંપૂર્ણ કનેક્‍ટેડ સોલ્‍યુશન - ટેલીપ્રાઇમ સાથે ઇ-ઇનવોઇસિંગ તરફ સરળ આગેકૂચ જાળવવા અને તેનું સંપૂર્ણ મેનેજમેન્‍ટ કરવા મદદરૂપ થવા સજજ હોવાનું યાદીમાં જણાવાયું છે.

રાજકોટમાં એમએસએમઇ માટે એક ૩૬૦-ડિગ્રી એજ્‍યુકેટિવ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે, જે સેંકડો વ્‍યવસાયોને ઇ-ઇનવોઇસિંગ, ઇ-વે બિલ, ઓડિટ ટ્રેલને સમજવામાં મદદરૂપ થશે તેમજ વ્‍યવસાયની ઉત્‍પાદકતા વધારવાની સાથે ટેકનોલોજી કેવી રીતે તેમને આ પરિવર્તનમાં મદદરૂપ થઈ શકે છે. કંપનીએ સ્‍થાનિક વેપારી સંગઠનો સાથે કેટલાંક કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને કંપની ઇ-ઇનવોઇસિંગ અમલીકરણ વિશે જાગૃતિ વધારવામાં વિવિધ એક્ષ્પોમાં ભાગીદાર થઈ રહી છે. ઉપરાંત આ કેટલાંક કન્‍ટેન્‍ટ ક્રિએટર્સ સાથે કામ કરે છે અને વેબિનારોનું યોજે છે, જેમાં વિષયના નિષ્‍ણાતો વ્‍યવસાયના મહત્તમ માલિકો સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. કંપની એના કર્મચારીઓ અને ૨૮,૦૦૦થી વધુ પાર્ટનર્સને તાલીમ આપવામાં પણ મદદરૂપ થાય છે, જેથી તમામ ટચપોઇન્‍ટ પર સાચી માહિતી મળે છે, જેમાં સરળ વ્‍હોટ્‍સએપ સપોરટ્‍ સાથે ગ્રાહકને ટેકો આપતી ટીમ-ટેલીકેર સામેલ હોવાનું  ટેલી સોલ્‍યુશન્‍સના વેસ્‍ટ ઝોનના જનરલ મેનેજર સમીર દિક્ષિતે  જણાવ્‍યું હતું.

(4:35 pm IST)