Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વાહન ચોરીના ગુનામાં સામેલ શમશેર ઉર્ફે સમીર અને રાહિલ ઉર્ફે આસીફ પાસામાં ધકેલાયા

પ્ર.નગર પોલીસે વોરંટની બજવણી કરી શમશેરને મહેસાણા અને રાહિલને અમદાવાદ જેલમાં ધકેલી દીધા

રાજકોટ,તા.૨૮: શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં ત્રણ વાહન ચોરીના ગુનામાં સામેલ બે શખ્‍સોને પાસા તળે જેલમાં ધકેલી દીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં થયેલ ત્રણ વાહન ચોરીમાં સામેલ શમશેર ઉર્ફે સમીર અબ્‍બાસભાઇ જુણાત (ઉ.વ.૩૩) (રહે. ન્‍યુ જાગનાથ પ્‍લોટ શેરી નં.૨૬) અને રાહિલ ઉર્ફે આસીફ હનીફભાઇ ગનીયાણી (ઉ.વ.૨૩) (રહે.રેલનગર છત્રપતી શીવાજી ટાઉનશીપ) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પી.આઇ.જે.આર.દેસાઇ, એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ અને ઇન્‍દ્રવિજયસિંહ સીસોદિયાએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા પ્રનગર પોલીસે શમશેર ઉર્ફે સમીર અબ્‍બાસભાઇ જુણાત અને રાહીલ ઉર્ફે આસીફ હનીફભાઇ ગનીયાણીને પાસા તળે પકડી લઇ મહેસાણા અને અમદાવાદ જેલમાં ધકેલી દીધા હતા. વોરંટની બજવણી પ્રનગર પોલીસ મથકના પી.આઇ. આર. ટી.વ્‍યાસ. પી.એસ.આઇ. એ.એ. ખોખર, એ.એસ.આઇ. સંજયભાઇ દવે, હેડ કોન્‍સ જનકભાઇ કુગસીયા, કલ્‍પેશભાઇ ચાવડા, કરણભાઇ મારૂ, કોન્‍સ હરેશભાઇ કુકડીયા, યુવરાજસિંહ જાડેજા, જયેન્‍દ્રસિંહ પરમાર, મહાવીરસિંહ જાડેજા, અનોપસિંહ તથા અશોકભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(12:33 pm IST)