Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટ શહેર-ગ્રામ્‍યની ૪ વિધાનસભાની બેઠકો માટે ૯૦૦ પોલીસ કર્મચારીઓએ કર્યુ પોસ્‍ટલ બેલેટ મતદાન

ગુરૂવારે મતદાનને દિવસે પોલીસને જે તે મતદાન મથકોમાં ફરજ બજાવવાની હોઇ તેમના માટે વહેલા મતદાનની વ્‍યવસ્‍થા ગોઠવાઇ

તસ્‍વીરમાં પોલીસ હેડક્‍વાર્ટર ખાતે પોસ્‍ટલ બેલેટ મતદાન માટે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ ઉમટી પડી મતદાન કરી પોતાના મતાધિકારની ફરજ નિભાવી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૬: વિધાનસભાની ચૂંટણીનું રાજકોટમાં ગુરૂવારે પહેલી ડિસેમ્‍બરના રોજ મતદાન હોઇ તે દિવસે શહેર ગ્રામ્‍યની ચાર બેઠકના મતદાન મથકો પર શહેર અને રૂરલ પોલીસને ફરજ બજાવવાની હોવાથી તેઓ મતદાન કરી શકે તેમ ન હોવાથી તેમના માટે અગાઉથી જ પોસ્‍ટલ બેલેટથી મતદાનની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. તે અંતર્ગત રાજકોટમાં ૯૦૦ પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યુ  છે.

મતદાન દિવસે ચૂંટણી બંદોબસ્‍તમાં પોલીસ કર્મીઓ જવાના હોઇ તેઓ પણ તેમનો મતાધિકાર ભોગવી શકે તે માટે તેઓનું અગાઉથી પોસ્‍ટલ બેલેટથી મતદાન કરવામાં આવે છે.  જે અનુસંધાને રાજકોટ વિધાનસભાની બેઠકો માટે પોલીસ હેડક્‍વાર્ટર ખાતે મતદાન પ્રક્રિયા રવિવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ પૂર્વ-૬૮ બેઠક માટે ૨૮૮, રાજકોટ પヘમિ બેઠક-૬૯ માટે ૪૯૦, રાજકોટ દક્ષિણ બેઠક-૭૦ માટે ૧૪૪ અને રાજકોટ ગ્રામ્‍ય બેઠક-૭૧ માટે ૩૧ સહિત ૯૦૦થી વધુ પોલીસ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા બેલેટથી મતદાન કરવામાં  આવ્‍યું હતું.

રાજકોટના પોલીસ હેડક્‍વાર્ટર ખાતે ગઇકાલે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ માટે પોસ્‍ટલ બેલેટ મતદાનની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. જેમાં ૯૦૦ પોલીસ જવાનોએ ઉત્‍સાહભેર ભાગ લઇ પોતાના મતાધિકારની ફરજ નિભાવી હતી. હેડક્‍વાર્ટર ખાતે ચૂંટણી પંચ અને કલેક્‍ટર તંત્રની દેખરેખ હેઠળ મતદાન યોજાયું હતું.

(11:54 am IST)