Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૬ જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

રાજકોટ, ૨૮ : રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૬ જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

 મુસાફરોની સુવિધા માટે પિ?મ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૬ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેૅં

૧. ટ્રેન નંબર ૨૨૯૨૪/૨૨૯૨૩ જામનગર-બાંદ્રા હમસફર એકસપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જામનગર થી ૦૨.૧૨.૨૦૨૨ થી ૦૧.૦૧.૨૦૨૩ સુધી અને બાંદ્રા ટર્મિનસથી ૦૧.૧૨.૨૦૨૨ થી ૩૧.૧૨.૨૦૨૨ સુધી જોડવામાં આવશે.

૨. ટ્રેન નંબર ૧૯૫૬૮/૧૯૫૬૭ ઓખા-તુતીકોરીન વિવેક એકસપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ ઓખાથી ૦૨.૧૨.૨૦૨૨ થી ૩૦.૧૨.૨૦૨૨ સુધી અને તૂતીકોરીનથી ૦૪.૧૨.૨૦૨૨ થી ૦૧.૦૧.૨૦૨૩ સુધી જોડવામાં આવશે.

૩. ટ્રેન નંબર ૧૯૫૭૮/૧૯૫૭૭ જામનગર-તિરુનલવેલી એકસપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ જામનગરથી ૦૨.૧૨.૨૦૨૨ થી ૨૪.૧૨.૨૦૨૨ સુધી અને તિરુનલવેલીથી ૦૫.૧૨.૨૦૨૨ થી ૨૭.૧૨.૨૦૨૨ સુધી જોડવામાં આવશે.

૪. ટ્રેન નંબર ૨૨૯૦૮/૨૨૯૦૭ હાપા-મડગાંવ એકસપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ ૩૦.૧૧.૨૦૨૨ થી ૨૮.૧૨.૨૦૨૨ સુધી હાપાથી અને મડગાંવથી ૦૨.૧૨.૨૦૨૨ થી ૩૦.૧૨.૨૨ સુધી જોડવામાં આવશે.

૫. ટ્રેન નંબર ૨૦૯૩૭/૨૦૯૩૮ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ પોરબંદરથી ૦૩.૧૨.૨૦૨૨ થી ૩૧.૧૨.૨૦૨૨ સુધી અને દિલ્હી સરાય રોહિલ્લાથી ૦૫.૧૨.૨૦૨૨ થી ૦૨.૦૧.૨૦૨૩ સુધી જોડવામાં આવશે.

૬. ટ્રેન નંબર ૧૯૨૬૯/૧૯૨૭૦ પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એકસપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ પોરબંદરથી ૦૧.૧૨.૨૦૨૨ થી ૩૦.૧૨.૨૦૨૨ સુધી અને મુઝફ્ફરપુરથી ૦૪.૧૨.૨૦૨૨ થી ૦૨.૦૧.૨૦૨૩ સુધી જોડવામાં આવશે.

(3:40 pm IST)