Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ડેન્ગ્યુ-ચિકનગુનિયાના એક ડઝન કેસઃ શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઉલ્ટીના ૩૭૦ દર્દીઓ નોંધાયા

મનપાની ૭૧૬૮૮ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ ૧૧પ૬ રહેણાંકમાં ફોગીંગઃ મચ્છર ઉત્પતી સબબ ૬૪૯ને નોટીસ

રાજકોટ તા.ર૮: ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર પૂરજોશમાં છે, ત્યારે મચ્છરો પણ મનમુકીને ઝુમતા હોય તેવું લાગી રહ્યું છે. ગત તા. ર૧ થી ર૭ નવેમ્બર દરમિયાન ડેન્ગ્યુ, ચિકનગુનિયાના એક ડઝન કેસ નોંધાતા લોકોમાં ફફડાટ મચ્યો છે. જ્યારે શરદી, તાવ, ઉધરસ, ઝાડા - ઉલ્ટીના ૩૭૦ કેસ નોંધાયા છે.

 

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૧ થી ર૭ નવેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્છજન્ય રોગચાળાના ૧ર કેસ

અઠવાડિયામાં ડેન્ગ્યુના ૧૧ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૪૬, ડેન્ગ્યુના ર૩પ તથા ચિકનગુનિયાના -ર૬ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૩૭૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ર૭૯ તેમજ સામાન્ય તાવના ૩૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ પ૩ સહિત કુલ ૩૭૦ દર્દીઓ નોંધાયા હતા.

મચ્છર ઉત્પતિ

સબબ ૬૪૯ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૭૧૬૮૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૧પ૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૬૪૯ લોકોને નોટીસ પાઠવી છે.

(3:43 pm IST)