Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મનપા સ્‍વચ્‍છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્‍જ યોજશે

ભાગ લેવા ઇચ્‍છુક ૩૦ નવેમ્‍બર સુધીમાં WWW.RMC.GOV.IN પર ગુગલ લીંક મારફત ફોર્મ ભરી શકશે

રાજકોટ,તા. ૨૮ : સ્‍વચ્‍છ ભારત મિશન અંતગર્ત સ્‍વચ્‍છ સર્વેક્ષણ - ૨૦૨૩ને ધ્‍યાને રાખી, સ્‍વચ્‍છતા બાબતેના ઇનોવેટીવ સોલ્‍યુશન થકી શહેરીજનોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્‍જનું આયોજન કરવામાં આવેલ છે.

આ સ્‍વચ્‍છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્‍જમાં કુલ ચાર વિષય રહેશે જેમાં (૧) લ્‍બ્‍ઘ્‍ત્‍ખ્‍ન્‍ ત્‍ફઘ્‍ન્‍શ્‍લ્‍ત્‍બ્‍ફ (૨) ક્ષ્ચ્‍ય્‍બ્‍ ઝશ્‍પ્‍ભ્‍ (૩) ભ્‍ન્‍ખ્‍લ્‍વ્‍ત્‍ઘ્‍ ષ્‍ખ્‍લ્‍વ્‍ચ્‍ પ્‍ખ્‍ફખ્‍ઞ્‍ચ્‍પ્‍ચ્‍ફવ્‍ (૪) વ્‍ય્‍ખ્‍ફલ્‍ભ્‍ખ્‍ય્‍ખ્‍ફઘ્‍ળ્‍. આ ચેલેન્‍જમાં નાગરિકો, શહેરીજનો, ફઞ્‍બ્‍લ્‍/અન્‍ય નાગરિકોના જૂથમાંથી સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ માટે ઉપરોક્‍ત દર્શાવેલ વિષયમાં ઇનોવેટીવ સોલ્‍યુશન માટે આમંત્રિત કરવામાં આવે છે. આ સ્‍વચ્‍છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્‍જમાં નાગરિકને ભાગ લેવા માટે કોઈ વય-મર્યાદા પણ નથી. આ ચેલેન્‍જ ૩૦ નવેમ્‍બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની છે. આ સ્‍વચ્‍છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્‍જમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ષ્‍ષ્‍ષ્‍.ય્‍પ્‍ઘ્‍.ઞ્‍બ્‍સ્‍.ત્‍ફ પર સ્‍વચ્‍છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્‍જ સેક્‍શનમાં ગુગલ લીંક મારફત ઓન-લાઈન ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાની હરીસિંહજી ગોહિલ વિભાગીય કચેરી (વેસ્‍ટ ઝોન ઓફીસ), સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ, રૂમ નંબર. ૦૬માં સંપર્ક કરવો અથવા ઈ-મેલ આઈ. ડી. ર્શ્વીત્ત્ફૂતત્ર્ત્ત્યર્ળીશ્વળફૂફૂઁરુક્‍ળિર્ંીશશ્ર.ણૂંળ  પર સંપર્ક કરવો. 

(4:47 pm IST)