Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ડો. રાજ કુમારે રાજકોટ રેલવે ડિવિઝનલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક તરીકે કાર્યભાર સંભાળ્યો

રાજકોટ, ૨૮ : ડો.રાજ કુમારે રાજકોટ ડિવિઝનના નવા ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. રાજકોટના મુખ્ય તબીબી અધિક્ષક તરીકેનો પદભાર સંભાળતા પહેલા, ડો. રાજ કુમાર મુંબઈમાં ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હોસ્પિટલ, ભાયખલા ખાતે અધિક મુખ્ય આરોગ્ય નિયામક તરીકે કાર્યરત હતા. ભારતીય રેલવે આરોગ્ય સેવાના ૧૯૯૩ બેચના વરિષ્ઠ અધિકારી, ડૉ. રાજ કુમારે પંડિત બી ડી. શર્મા પોસ્ટ-ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ, રોહતકમાંથી પ્ગ્ગ્લ્, પ્લ્ (સર્જરી) અને પુણેથી પ્ગ્ખ્ (ણ્ઘ્લ્) કર્યું છે. તેમણે પુણેમાં મધ્ય રેલવેમાં સહાયક મંડળ તબીબી અધિકારી, મંડળ તબીબી અધિકારી, વરિષ્ઠ મંડળ તબીબી અધિકારી સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ૧૫ વર્ષ વિતાવ્યા છે. ત્યારબાદ લગભગ સાત વર્ષ સુધી મુંબઈની ભાયખલાની ઝોનલ રેલવે હોસ્પિટલ ખાતે અધિક મુખ્ય આરોગ્ય નિયામક અને સર્જરી વિભાગના વડા તરીકે કામ કર્યું. ડૉ. રાજ કુમાર કોરોના રોગચાળા દરમિયાન ઁનોડલ ઓફિસરઁ પણ હતા. વર્ષ ૨૦૨૧ માં, ડો. રાજ કુમારને ત્ત્પ્ ઇન્દોર દ્વારા નેતૃત્વ વિકાસ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ડો. રાજ કુમારને ઓપન સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, કેન્સર સર્જરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પેરામેડિકલ સ્ટાફ ટીચિંગ, ફ્રન્ટ લાઇન સ્ટાફ ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ અને હેલ્થ મેનેજમેન્ટનો નોંધપાત્ર અનુભવ છે. તેમના ઘણા વૈજ્ઞાનિક સંશોધન પત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના જર્નલોમાં પ્રકાશિત થયા છે. આ સાથે ડૉ.રાજ કુમારે બે પુસ્તકો લખ્યા છે. તેમને બે વખત સીએમડી એવોર્ડ મળ્યો હતો. તમને વિવિધ અભ્યાસ અને પુસ્તકો વાંચવામાં ઊંડો રસ છે.

(3:45 pm IST)