Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેંકની મુલાકાતે મહારાષ્‍ટ્ર બેંકની ટીમ

રાજકોટઃ શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો.ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરશ્રી વી.એમ.સખીયાએ જણાવ્‍યુ છેકે બેંકના ચેરમેન શ્રીજયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેનશ્રી મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર શ્રીઘનશ્‍યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો.ઓપ.બેંક રાષ્‍ટ્રીય સ્‍તરે ઉભરી આવેલ છે બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો અભ્‍યાસ કરી અન્‍ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો તથા ખેડુતોના વિકાસલક્ષી પ્રવૃતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગરૂપે મહારાષ્‍ટ્ર ગઢચીરોલી ડિસ્‍ટ્રિકટ બેંક લી.ના સી.ઇ.ઓ. શ્રી એસ.પી. અયાલવર, જનરલ મેનેજરશ્રી આર.આય. સોર્ટે તથા સીનીયર મેનેજરશ્રીઓ સાથેની ટીમએ બેંકની મુલાકાત લઇ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્‍યાસ કર્યો હતો મહારાષ્‍ટ્ર રાજયના ગઢચીરોલી ડિસ્‍ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ની ટીમએ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્‍ય કચેરીમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ચેરમેનશ્રી જયેશભાઇ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્‍ટને ધન્‍યવાદ આપેલ. બેંકની મુખ્‍ય કચેરીની મુલાકાત બાદ બેંકની લોધીકા શાખા, ગોંડલ મેઇન(હિરક) શાખા અને વિરપુર શાખા તથા બેંક સાથે જોડાયેલ લોધીકા જુથ સેવા મંડળી લી., ગોંડલ જુથ સેવા સહકારી મંડળી લી. અને વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત લઇ મંડળીઓની વિવિધ કામગીરીઓ જોઇ ખૂબ પ્રભાવિત થયેલ અને મંડળીઓના હોદેદારોને પણ ધન્‍યવાદ આપેલ હતા.

(3:46 pm IST)