Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

એ.જી. ઓફીસના મહિલા કર્મચારીઓ દ્વારા નૃત્‍ય પ્રદર્શનઃ સન્‍માનઃ ઓડીટ જાગરૂકતા સપ્તાહ સંપન્ન

રાજકોટઃ એ.જી.ઓફીસ રાજકોટ દ્વારા ઓડીટ જાગરૂકતા સપ્તાહનો સમાપન સમારોહ પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ જેમાં અતિથી વિશેષ રાજકોટ કલેકટર શ્રીઅરુણ મહેશબાબુ ઉપસ્‍થિત રહયા હતા. પ્રિન્‍સીપાલ એ.જી.શ્રી વિરેન પરમાર, પ્રિન્‍સીપાલ એ.જી.શ્રી દિનેશ પાટીલ, સિની.ડી.એ.જી શ્રી સજી થોમસ, ડી.એ.જી કલ્‍પના સામંત તથા  વેલફેર ઓફીસર શ્રીસુનીલ પારેખના માર્ગદર્શન હેઠળ ઓડીટ સપ્તાહનું સફળ આયોજન કરવામાં આવેલ તેમાં નિબંધ, વાદવિવાદ, ડ્રોઇંગ, કવીઝ તથા સ્‍લોગનની પ્રતિયોગીતાના ઇનામો તથા વર્ષ દરમિયાન જે કર્મચારી, અધિકારીઓએ ઉત્‍કૃષ્‍ટ કાર્યો માટે સન્‍માનીત કરવામાં આવેલ.

સ્‍પોર્ટસમાં ક્રિકેટ ટીમ, ટેબલ ટેનિસ ટીમ, ફુટબોલટીમ નગર રાજભાષા કાર્યાન્‍વય  સમિતિ દ્વારા મળેલ હિન્‍દી એવોર્ડ માટે હિન્‍દી સેકસન, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળેલ સફાઇ માટેના એવોર્ડ માટે ઓફીસના  કેરટેકર, ઓફીસનુ નામ રોશન કરનાર પર્વતારોહી, સમગ્ર ભારતમાં બીજા તથા ચોથા નંબરે પરીક્ષામાં પાસ થનાર કર્મચારીઓ તથા રાત્રી દરમિયાન ચોર પકડનાર ચોકીદારને સન્‍માન પત્ર તથા ઇનામો આપવામાં આવેલસમાપન સમારોહમાં અનેકતામાં એકતાના દર્શન થાય તેવા કાર્યક્રમો શ્રી જીજાબેન તથા ગૃપ દ્વારા મલીયાલમ, નૃત્‍ય, શ્રેયશી દ્વારા ભરતનાટયમ, અનુજીજા દ્વારા શિવવંદના, નિલમ દ્વારા મરાઠી લાવણી નૃત્‍ય, અનુશ્રી મહેતા દ્વારા ગીયર વાદન, શિવાની દ્વારા સેમી કલાસીકલ નૃત્‍ય, પ્રતિક દ્વારા પંજાબી નૃત્‍ય, શિવાની તથા શૈફાલી દ્વારા સેમીકલાસીકલ નૃત્‍ય, હસન મલીક દ્વારા સ્‍ટેન્‍ડઅપ કોમેડી, શિતલ હાથી, મિતલ રજની જૈમીની પરમાર, જયેશ રાવલ, શંકર પરમાર દ્વારા હિન્‍દી ફીલ્‍મ ગીતો, વંદના જાધવ દ્વારા સોલો તથા ગ્રુપ ડાન્‍સ જેવા વિવિધ કાર્યક્રમની સાથે છેલ્લે રાષ્‍ટ્રગીત સાથે સમારોહનું સમાપન કરવામાં આવેલસમગ્ર કાર્યક્રમ શ્રી સુનિલ પારેખનાં માર્ગદર્શન નીચે શ્રી હસન મલેક દ્વારા સંચાલન કરેલ. શ્રી એ.બી.ચૌરાસી, શ્રીમતી એની જીજો, સુશ્રી સ્‍વાતી કુમાર, શ્રી પ્રતિક ગુપ્તા, શ્રી શંકર પરમાર, શ્રી જયેશ રાવલ તથા શ્રી સી.એમ. બસીયા વગેરેનો સહયોગ મળેલ

(3:49 pm IST)