Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટની સગીરાના અપહરણ-દુષ્‍કર્મ પોકસો.ના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૮: રાજકોટ શહેરના માધાપર વિસ્‍તારની સગીરાના અપહરણ દુષ્‍કર્મ અને પોકસો એકટ, હેઠળ પકડાયેલ આરોપીનો સેસન્‍સ કોર્ટે જામીન પર છુટકારો ફરમાવેલ હતો.

રાજકોટ શહેરના માધાપર વિસ્‍તારમાં રહેતા આ કામના ફરીયાદીએ પોતાની ૧૭ વર્ષની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટના ગાંધીગ્રામ(ર) યુનિ. પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ ૪, મુજબની ફરીયાદ રાજકોટના ગાંધીગ્રામ (ર) યુનિ. પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી હતી. જ ે ગુન્‍હાના અનુસંધાને આ કામના આરોપી સંજય કાનાભાઇ શીયાળ (ભરવાડ) ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવેલો જેને સેશન્‍સ કોર્ટ (પોકસો કોર્ટ) દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદીએ આ સંજય ભરવાડના રતનપર ગામે તપાસ કરાવતા તે પણ ઘરે નહીં હોવાની હકીકત જાણવા મળેલ જેથી આ સંજય ભરવાડ જ ભોગ બનનારનું લગ્ન કરવાની લાલચ આપી દુષ્‍કર્મ કરવાના અપહરણ કરી ગયેલાની હકિકત ધ્‍યાનમાં આવતા જેથી આ કામના ફરીયાદીએ બનાવ અંગેની ફરીયાદ નોંધાવી હતી.

આ જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્‍ને પક્ષકારો વચ્‍ચે થયેલ દલીલો અને રજુઆત તેમજ મૌખીક તેમજ લેખીત પુરાવાને ધ્‍યાનમાં લઇ તેમજ બનાવ અને બનાવને અનુરૂપ થયેલ પોલીસ તપાસના કાગળો ધ્‍યાને લઇ અને અરજદાર તરફે એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતોને ધ્‍યાનમાં રાખી તેમજ આરોપીના બચાવમાં રજુ કરવામાં આવેલા નામ. ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓને ધ્‍યાનમાં લઇ નામદાર સ્‍પે. પોકસો સેશન્‍સ કોર્ટે આ કામના ઉપરોકત આરોપી સંજય કાનાભાઇ શીયાળ (ભરવાડ) ને રેગ્‍યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(3:53 pm IST)