Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભારતની સ્‍વતંત્રતા માટે દાર્શનિક, ગણિતજ્ઞ, બટ્રેંડ રસલે સહયોગ આપ્‍યોઃ બ્રિટીશ સરકારનાં પ્રખર આલોચક બટ્રેંડ રસલે ભારતમાં અંગ્રેજોનાં દમનકારી કાર્યોની તુલના ‘નાઝિયો' સાથે કરી

આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ : આઇન્‍સ્‍ટાઇને વિશ્વનાં દાર્શનિક, લેખક, ગણિતજ્ઞ, રાજકારણી, ભૌતિકશાષાી, ઈ. એવા રોમ્‍યા રોલા, લોસકી, એચ. જી. વેલ્‍સની સાથે ભારત મધ્‍યે મેરઠ ષડયંત્ર મામલે ન્‍યાયાલય દ્વારા અપાયેલ સજાઓનો ઉગ્ર વિરોધ કરેલ : એની બેસેંટ ૧૮૯૩ માં થીયોસોફિલ સોસાયટીનાં કાર્ય અંગે ભારત આવ્‍યા. ૧૯૧૪ માં હોમરૂલ આંદોલનનો આરંભ કર્યો. તિલકને પુનઃ કોંગ્રેસમાં જોડાવવામાં સફળ થયા. ૧૯૧૬ માં ‘હોમ રૂલ લિગ'ની સ્‍થાપના કરી

વિદેશનાં ભૌતિકશાષાીઓ, દાર્શનિકો તથા ગણિતજ્ઞો, લેખકો, રાજકારણીઓ, ઈ. ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે જાગૃત્ત હતા અને આ અંગે તેમનાં દ્વારા ભારત પ્રતિ લાગણી દર્શાવી હતી.

આઇન્‍સ્‍ટાઇન (૧૮૭૯-૧૯૫૫)

રાજકીય ક્ષેત્રે આઇન્‍સ્‍ટાઇન સક્રિય ન્‍હોતા. તેઓ મહાન ભૌતિકશાષાી હતા. વર્તમાન સમયની ઘટનાઓ અને આંદોલનો અંગે તેમની સમજ હતી. મહાત્‍મા ગાંધી વિષે, તેમની હત્‍યા થઈ, તે બાબતે તેમણે પોતાનાં મંતવ્‍યો રજુ કર્યા હતા. પૂર્વ ભારતમાં અશાંત અને ઉપદ્રવગ્રસ્‍ત સૈનિક રાજનીતિક ગતિવિધિઓ દરમ્‍યાન આઇન્‍સ્‍ટાઇન સહાનુભૂતિ અને સમર્થન આપવા એકદમ સ્‍પષ્ટ હતા. રોમ્‍યા રોલા, લોસ્‍કી, એચ. જી. વેલ્‍સ સાથે આઇન્‍સ્‍ટાઇને મેરઠ ષડયંત્ર બાબતે ન્‍યાયાલય દ્વારા જે કઠોર સજાઓ થઈ તે બાબતે તેમણે જબરદસ્‍ત વિરોધ કર્યો હતો. જેની નોંધ બ્રિટીશ શાસને લીધી હશે પણ તેઓની નીતિ બદલાવી ન્‍હોતી.

બટ્રેંડ રસલ (૧૮૭૨-૧૯૭૦)

ભારતની સ્‍વતંત્રતા માટે સક્રિય સમર્થક બટ્રેંડ રસલ ‘ઇન્‍ડિયા લીગ'નાં અધ્‍યક્ષ હતા. ઇન્‍ડિયા લીગ દ્વારા ભારતની સ્‍વતંત્રતા માટે ભારતનાં સ્‍વાતંત્ર્ય સેનાનીઓને સહયોગ આપેલ.

વિશ્વનાં શ્રેષ્‍ઠી એવા વિખ્‍યાત દાર્શનિક અને ગણિતજ્ઞ બટ્રેંડ રસલ ભારતનાં પ્રબળ સ્‍વતંત્ર અને ક્રાંતિકારી વિચારો માટે પ્રસિદ્ધ હતા તથા બ્રિટીશ સરકારનાં પ્રખર આલોચક હતા. તેમણે ભારતમાં અંગ્રેજોનાં દમનકારી કાર્યોની તુલના જર્મનીનાં નાઝિયો સાથે કરી હતી.

એની બેસેંટ (૧૮૩૭-૧૯૩૩)

એની બેસેંટ ૧૮૯૩ માં થીયોસોફિલ સોસાયટીનાં કાર્ય માટે ભારત આવ્‍યા. તેમનાં જીવનનાં આરંભમાં તેમણે ઈન્‍સાનિયત, નાસ્‍તિકતા, મુકત વિચાર, ક્રાંતિકારી વિચાર અને સમાજવાદનાં સ્‍વરૂપે અનેક અનુભવો થયા હતા. ભારતમાં આવ્‍યા પહેલાં ૧૯૦૭ માં થિયોસોફી સંદેશ પ્રસારિત કરતાં હતા. ૧૯૧૪ માં તેમણે ‘હોલરૂમ આંદોલન'નો પ્રારંભ કરવા નિર્ણય કર્યો અને તિલક તથા અન્‍ય સાથી ઉગ્રપંથીઓને કોંગ્રેસમાં પુનઃ જોડાવવા અનુરોધ કર્યો અને તેમનાં પ્રયાસથી તેઓ સફળ થયા અને ૧૯૧૫માં કોંગ્રેસમાં પુનઃ જોડાયા. હોલરૂમ લિગ માટે તેઓ સક્રિય બન્‍યા. દરમ્‍યાનમાં તિલકે ૧૯૧૬ માં હોલરૂમ લિગની સ્‍થાપના કરી અને સતત સક્રિય રહ્યા હતા. એની બેસેંટને ભારતનાં લોકો માટે ખૂબ જ લાગણી હતી અને પરદેશ છોડી ભારતનાં ક્રાંતિકારીઓ સાથે સક્રિય રહ્યા હતા.(૩૦.૧૦)

સંકલનઃ નવીન ઠકકર, મો. ૯૮૯૮૩૪૫૮૦૦

(3:54 pm IST)