Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

દિવ્‍યાંગો માટે જયપુર ફૂડ કેમ્‍પ

સરગમ કલબ અને કમાણી ફાઉન્‍ડેશન દ્વારા

રાજકોટઃ સરગમ કલબ અને કમાણી ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે તા.૧/૧૨ ગુરૂવારથી ૩/૧૨ સુધી જયપુર ફૂડ કેમ્‍પ યોજાશે

આ કેમ્‍પમાં જરૂરતમંદોને વિનામૂલ્‍યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્‍યે આપવામાં આવશે. આ કેમ્‍પનો લાભ લેવા ઇચ્‍છતા લોકોને ગુરૂવારને સવારે ૮.૩૦ કલાકે સરગમભવન, જામટાવરરોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ ફોન નં.૦૨૮૧-૨૪૫૭૧૬૮ ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયુ છે. રીપેરીંગ કરાવવાનું હોય તે લોકોએ પણ હાજર રહેવું

આ કેમ્‍પની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, કમાણી ફાઉન્‍ડેશનના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્‍દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ, કમાણી ફાઉન્‍ડેશનના દીપકભાઇ કમાણી તેમજ રશ્‍મીભાઇ કમાણીનો સહયોગ મળેલ છે.

(3:55 pm IST)