Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટમાં નેપાળી મહિલાને ડેંગ્યુ ભરખી ગયો

રાજકોટ તા. ૨૮: મવડી જીવરાજ પાર્ક પાસે પાવર હાઉસ નજીક શ્યામલ ઉપવનમાં ચોકીદારના રૃમમાં રહેતી ગોમાબેન ટેકબહાદુર બીકે (નેપાળી) (ઉ.વ.૨૨)ને તાવ આવતો હોઇ સાંજે આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર ગોમાબેનના પતિ ચોકીદારી કરે છે. સંતાનમાં એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ ચારેક દિવસથી તેણીને તાવ આવતો હોઇ દવા કરાવી હતી. લોહીના રિપોર્ટ થતાં તેને ડેંગ્યુ થયાનું ડોકટરે જણાવ્યુ઼ હતું. દવા-સારવાર ચાલુ હતાં એ દરમિયાન ગત સાંજે તબિયત વધુ લથડી હતી અને તેણી બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૃ અને તોૈફિકભાઇ જુણાચે તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયાએ જરૃરી કાર્યવાહી કરી હતી.

(3:57 pm IST)