Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટની ફેકટરીઓ બુધવારના બદલે ગુરુવારે રજા પાળી મતદાન પર્વ મનાવશે

રાજકોટ,તા. ૨૮ : ગુજરાત રાજ્‍ય વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી ૨૦૨૨ની રાજકોટમાં તા. ૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાનની તારીખ જાહેર થયેલ છે.

ચૂંટણી કાર્યક્રમના અનુસંધાને પીજીવીસીએલ દ્વારા રાજકોટના સ્‍ટેગરીંગના દિવસ બુધવાર તા. ૩૦/૧૧/૨૦૨૨ના રોજ વિદ્યુત પુરવઠો ચાલુ રાખવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. જેથી બુધવારના રોજ ફેકટરી ચાલુ રાખી શકાશે. અને તેના વિકલ્‍પે તા. ૧/૧૨/૨૦૨૨ના ગુરુવારના રોજ ફેકટરીમાં રજા રાખવા સર્વે સભ્‍યશ્રીઓને વિનંતી કરવામાં આવેલ છે. રાષ્‍ટ્ર સેવા માટે સૌને મતદાન કરી યોગદાન આપવા રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસિએશન દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(4:01 pm IST)