Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

અલ્લાહુ અકબર...હર હર મહાદેવઃ ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂના ભાષણનો અહેવાલ મંગાવતું કલેકટોરેટ

રાજકોટ તા. ૨૮: રાજકોટ વિધાનસભા-૬૮ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂએ પોતાના મતક્ષેત્રમાં એક સભા દરમિયાન અજમેરમાં મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે તેવું કહી અલ્લાહુ અકબરનો નારો બોલી ઉપસ્‍થિત પબ્‍લીકમાં હર હર મહાદેવનો નારો બુલંદ કરાવતાં આ વિડીયો ભારે વાયરલ થયો છે.  આચારસંહિતા ભંગ બદલ ભાજપ તરફથી કોઇ ફરિયાદ કરવામાં આવી છે? તેવું પુછતાં એડિશનલ કલેક્‍ટરશ્રી ખાચરે જણાવ્‍યું હતું કે મારા ધ્‍યાનમાં આવ્‍યું નથી પરંતુ સંબંધીત વાયરલ વિડીયો અને સભા અંગેનો અહેવાલ મંગાવવામાં આવ્‍યો છે.

ઉલ્લેખનિય છે કે મહાદેવ અને અલ્લાહ એક જ છે તેવું જણાવતાં ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂએ પોતાના ભાષણમાં જણાવ્‍યું હતું કે અજમેરમાં મહાદેવ બેઠા છે અને સોમનાથમાં અલ્લાહ બેઠા છે. મારી દ્રષ્‍ટીએ મહાદેવ અને અલ્લાહ એક જ છે. એમ કહી તેમણે સ્‍ટેજ ઉપરથી અલ્લાહુ અકબરનો નારો બોલ્‍યો હતો. જેના જવાબમાં ઉપસ્‍થિત લોકોએ હર હર મહાદેવનો નારો બુલંદ કર્યો હતો.

(4:11 pm IST)