Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાજપ ફરી સત્તા ઉપર આવશે તો બેફામ ભાવ વધારશે

રાજકોટ-૬૮ બેઠકના સી.પી.આઇના ઉમદેવાર સુરેશકુમાર સાગઠીયા કહે છે હું ચૂંટાઇશ તો હંમેશ પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્‍ય આપીશ, દરેક સમાજના કાર્યો કરીશ

રાજકોટઃ રાજયમાં પ્રથમ તબકકાની ચૂંટણીને આડે હવે બે દિવસ જ બાકી રહયા છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષો પ્રચાર-પ્રસાર કરી રહયા છે. દરમિયાન રાજકોટ-૬૮ના સી.પી.આઇ.ના ઉમેદવાર સુરેશકુમાર સાગઠીયાએ કહયુ હતુ કે જો ભાજપની સરકાર ફરી ગુજરાતમાં આવશે તો તમામ વસ્‍તુઓમાં બેફામ ભાવ વધારશે.

તેઓએ જણાવેલ કે ભાજપના શાસનમાં દિનપ્રતિદિન ભાવો કુદકેને ભુસકે વધી જ રહયા છે. ગુજરાતમાં ચૂંટણી યોજાનાર એટલે ભાવો કાબુમાં રાખ્‍યા હતા. સતા મળ્‍યા બાદ ફરી મોંઘવારી વધશે. પેટ્રોલ, દૂધ, જીવનજરૂરી સહિતની ચીજવસ્‍તુઓના ભાવો વધારી દેશે. સામાન્‍ય વર્ગ વધુ પિસાતો જશે.

સુરેશકુમાર સાગઠીયા કહે છે કે જો હું ધારાસભ્‍ય તરીકે ચૂંટાઇ આવીશ તો પ્રજાલક્ષી પ્રશ્નોને હંમેશ અગ્રતા આપીશ. પાણી, રોડ, રસ્‍તાના પ્રશ્નો હલ કરીશ. દરેક સમાજના લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રયત્‍ન કરીશ.

આ તકે સી.પી.આઇ.રાજકોટ પ્રમુખ નરેન્‍દ્રભાઇ મહાજને કહયુ કે કોંગ્રેસ, ભાજપથી લોકો થાકયા છે. આપમાં વિશ્વાસ નથી. જેથી સી.પી.આઇ ઉપર જ પસંદગીની મહોર લાગશે.તસ્‍વીરમાં રાજકોટ-૬૮ બેઠકના સી.પી.આઇના ઉમેદવાર સુરેશકુમાર સાગઠીયા(મો. ૯૮૯૮૨ ૪૫૮૭૫) (જમણે) અને નરેન્‍દ્રભાઇ મહાજન (મો.૯૮૯૮૩ ૦૬૪૭૯)(ડાબે )નજરે પડે છે.

(4:19 pm IST)