Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વધુમાં વધુ મતદાન કરી લોકશાહી શાસન વ્‍યવસ્‍થાને મજબૂત બજાવજોઃ જનાણી

રાજકોટ,તા.૨૮: ડેમોક્રેટીક એકશન ગ્રૃપના ચેરમેન અને સમાજ સેવા સંગઠન યશવંત જનાણીએ બે તબક્કામાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં ગુજરાતની જનતાને વધુમાં વધુ મતદાન કરી લોકશાહી શાશન વ્‍યવસ્‍થાને મજબૂત કરવા અપીલ કરી છે. રાજકોટ શહેરની ચારે બેઠકો ઉપર ૮૫ ટકા ઉપર મતદાન કરી મતદારો રેકોર્ડબ્રેક મતદાન કરે તેવી અપીલ તેઓએ કરી છે.

રાજકીય પક્ષો ભલે રાષ્‍ટ્રવાદ કે લોકશાહી મૂલ્‍યોની વાતો કરતા હોય કે વિકાસના મુદ્દા ઉપર જોર આપતા હોય પરંતુ તેઓએ ગુજરાતની ૧૮૨ બેઠકો ઉપર જાતી, ધર્મ, કોમના આધારે પસંદ કરી ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેમાં સામાન્‍ય જનતાને ક્‍યાં ઉમેદવારને મત આપવો તેવો પ્રશ્‍ન ઉભો થયો છે. ત્‍યારે ગુજરાતના પરિપકવ અને સમજુ મતદારોમાં વિશ્વાસ છે કે તે પોતાના પરિવર્તનશીલ અને શકિતશાળી મત આપી આપણી સંસદીય લોકશાહી પ્રણાલિકાને વધુ મજબૂત બનાવશે. તેમ અંતમાં  યશવંત જનાણીએ જણાવ્‍યું છે.

(4:50 pm IST)