Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ઉપલાકાંઠાનો વિકાસ એ મારી પ્રાથમિકતા રહેશેઃ ઉદય કાનગડ

પાટીદાર સમાજ હંમેશા રાષ્‍ટ્રવાદી વિચારધારા સાથે જ રહ્યો છેઃ ભંડેરી

રાજકોટઃ અહિંના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વિવાહ પાર્ટી પ્‍લોટમાં સમસ્‍ત લેઉવા પટેલ સમાજના મળેલા સંમેલનમાં પૂર્વ રાજકોટ ૬૮ના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડને સમર્થન આપતા સંમેલનને સંબોધન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્‍યું કે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ તરીકે પાટીદાર સમાજ હંમેશા રાષ્‍ટ્રવાદી વિચારધારાની સાથે જ રહ્યો અને રહેશે. ભાજપ એ પંચનિષ્‍ઠાની વિચારધારાને વરેલો પક્ષ છે. આપણા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ભારત દેશને વિશ્વગુરૂ બનાવવા જઈ રહ્યા છે. ત્‍યારે તેમના હાથ મજબૂત કરવા ઉદયભાઈ કાનગડને જંગી બહુમતીથી આપણે ચૂંટી કાઢીને વિધાનસભામાં મોકલીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા છે.

ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ પાટીદાર સમાજને માનવ મહેરામણ જોઈને ગદગદીત થઈ ગયા હતા અને જણાવ્‍યું કે હું ચુંટાયા પછી પાટીદાર સહિતના વિવિધ સમાજોને સાથે લઈને આગળ વધીશ અને ઉપલાકાંઠાનો વિકાસએ મારી પ્રાથમિકતા રહેશે. સમસ્‍ત લેઉવા પટેલ સમાજના બેડીપરા આયોજીત આ સંમેલનમાં સમાજના આગેવાનો, ટ્રસ્‍ટીઓ, જ્ઞાતિજનો વિગેરેમાં અલ્‍પેશભાઈ લુણાગરીયા, પ્રકાશભાઈ બાસીડા, એસ.આર. પટેલ, જે.બી.કયાડા, પરસોતમભાઈ રામાણી, જાદવભાઈ લીંબાસીયા, અશ્વિનભાઈ મોલીયા, પટેલ સમાજના સિલ્‍વર એસો. (ચાંદી)ના હોદેદારો અનિલભાઈ તળાવીયા, વિનુભાઈ સિરોયા (વીએમ), જે.ડી.બુસા, શૈલેષભાઈ લુણાગરીયા, જીજ્ઞેશભાઈ પટોળીયા, બાબુભાઈ ટોપીયા, રાજુભાઈ લીલા, જયદીપભાઈ કાકડીયા, પરેશભાઈ લીંબાસીયા, ચંદુભાઈ ભંડેરી, મિલનભાઈ લીંબાસીયા, રસિકભાઈ વોરા, ભરતભાઈ લીંબાસીયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટરો નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૫-૬ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, પરેશભાઈ પીપળીયા, સરદાર પટેલ સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ નિલાંગભાઈ ઢોલરીયા, સુખલાલ કોટડીયા, પ્રવિણભાઈ લીંબાસીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ કલ્‍પનાબેન કિયાડા, સોનલબેન ચોવટીયા, વોર્ડ પ્રમુખ સી.ટી. પટેલ, અગ્રણી દિનેશભાઈ કિયાડા સહિત સમાજના મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

 પ્રારંભમાં સ્‍વાગત પ્રવચન અશ્વિનભાઈ મોલીયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રવિરાજભાઈ ગઢીયાએ કર્યું હતું. મતદાર વિસ્‍તારનાં ઈન્‍ચાર્જ કિશોરભાઈ રાઠોડ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:32 pm IST)