Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મતદારો ચેતજા...

ચૂંટણી રૂપી કન્‍યાને પરણવા મૂરતીયાનો નહી પાર

ઢોલ નગારા, ભુંગરા વગાડી નીકળી પડયા અપાર

લાયક હોય કે ન હોય નીકળ્‍યા બની ઘોડેસવાર

હાથ જોડી, પગમાં પડી, ગરીબ ગાયનો દેખાવ કરી આવ્‍યા દ્વાર

માંગ માંગ શુ જોઇએ જાણે બનીને આવ્‍યા ઉપરવાળાનો અવતાર

લોભ, લાલચ, અને છેતરીને લેશે મત, હું તારો જાણે તારણહાર

મુખમે રામ બગલમે છુરી ચેતજો નહિતર રહે નહીં પસ્‍તાવનો પાર

વટભેર મુછે તાવ દઇને કહે છે હું જ જીતીશ, શંકા નથી તેમાં લગાર

દેખાવે લાગે ભલો ભોળો મુરતીયો પણ કામ ના આવે કરે નકાર,

ઓળખી લે જો જરૂર પડે ગોત્‍યા પણ જડતા નથી, વિનંતી કરે છે વારંવાર

આવાને મતથી મારજો એવી કીક કે એને જિંદગીભર રહી જાય યાદગાર

પ્રજા નથી સાવ ભોળી કે કોઇ છેતરી જાય વારંવાર...

-એ.વી.વાઢેર

નિવૃત અધિક કલેકટર

મો. ૯૪૨૭૧ ૧૫૦૦૨ રાજકોટ

(4:33 pm IST)