Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સંકઠન બેઠક યોજાઇ

ધોરાજી :  રાજકોટ જિલ્લા ભાજપની સંકલન બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીર્યાં ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર ના ૭ વર્ષ પૂર્ણ થવા નિમિતે વિવિધ સેવાકીય કાર્યો કરવા.દર્દીઓને ફ્રુટ વિતરણ, માસ્ક- સેનિટાઈઝર વિતરણ૫ સહિત વિવિધ સેવાકીય કર્યો કરવા ઉપરાંત તાઉતે વાવાઝોડામાં તાલુકા-શહેરના કાર્યકર્તાઓએ વાવાઝોડા અંતર્ગત રાશનકીટ સહિત ના વિવિધ સેવાકીય કર્યો કરવા. ૫ જૂન ના વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે વૃક્ષ નું જતન કરવું, વૃક્ષારોપણ કરવું સહિતના કાર્યો અને વ્યવસ્થા ગોઠવવી તેમજ કોરોના ની મહામારી માં જિલ્લાભર ના કાર્યકર્તા ઓએ ખુબજ સરસ અને વંદનીય સેવાકીય કાર્યો કર્યા તેમજ દાતાશ્રીઓએ છુટા હાથે દાન આપેલ, તેમજ અલગ અલગ સંસ્થાઓએ કરેલી સરાહનીય કામગીરીને બિરદાવેલ હતી.આ સંકલન બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, જિલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનીષભાઈ ચાંગેલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ સવિતાબેન વાસાણી તેમજ જિલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા તેમજ જિલ્લા પંચાયત ના સદસ્યો વિરલ પનારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:48 am IST)