Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

રાજકોટમાં પીજીવીસીએલની વિદ્યુત સહાયક ની પરીક્ષા નુ પેપર ફૂટયુ હોવાનો ઉમેદવારોનો આક્ષેપ: ૨૦ જેટલા ઉમેદવારના પેપર સીલ તુટેલા હોવાનું પરીક્ષાર્થીઓ એ કર્યો આક્ષેપ

રાજકોટ: પીજીવીસીએલની વિદ્યુત સહાયક પરીક્ષાનું આયોજન રાજ્યના વિવિધ સેન્ટર્સ પર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના એક સેન્ટર પર પેપર ફુટ્યું હોવાનો પરીક્ષાર્થીએ દાવો કરતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પેપરના બોક્સ સીલ સીલ હતા પણ અલગ અલગ સિરિઝના પેપરના સીલ તૂટેલા જોવા મળતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. 

બનાવ અંગેની જાણ થતા જ ઘટના સ્થળે ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જીની ટીમ પહોંચી છે. 

(2:54 pm IST)