Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ગ્રેડ ગોલ્‍ડન સરકસમાં આફ્રિકાના ગ્રુપની એન્‍ટ્રી

આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના સાત કલાકારો રાજકોટ પહોંચ્‍યાઃ દિલધડક ખેલ : રાજકોટમાં રવિવાર સુધી જ સરકસ રહેશે, બાદમાં વિદાયઃ આફ્રિકન કલાકારોને માણવાની તકઃ અનેક દેશોમાં ખેલ કરી ચુકયા છેઃ ત્રણેય શોમાં જમાવટ કરશેઃ સપરિવાર અચુક માણવા જેવો લાઇવ અને રિયલ શો

રાજકોટ તા. ર૮ : રાજકોટના શાષાી મેદાનમાં ગ્રેટ ગોલ્‍ડન સરકસ જમાવટ કરી રહ્યું છે. સરકસના ખેલ હવે માત્ર રવિવાર સુધી જ ચાલનાર છે. સોમવારે સરકસ કંપની વિદાય લઇને અન્‍ય શહેરોમાં ધામા નાખશે.

ગ્રેટ ગોલ્‍ડન સરકસની પરંપરા રહી છે કે, લોકોને વિશ્વનું શ્રેષ્‍ઠતમ મનોરંજન આપવું આ સરકસમાં રાજકોટમાં વિશ્વસ્‍તરીય કલાકારોની એન્‍ટ્રી થઇ છ.ે દક્ષિણ-આફ્રિકાના તાન્‍ઝાનિયાના સાત કલાકારોનું ગ્રુપ રાજકોટ આવી ગયું છે અને શાષાી મેદાનમાં દિલધડક રિયલ ખેલ કરશ.ે

આ ગ્રુપ અને સરકસના મેનેજર મહેન્‍દ્ર દાસ આજે ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા મહેન્‍દ્રજીએ જણાવ્‍યું હતું કે,  ગ્રેટ ગોલ્‍ડન સરકસના ઓનર અનવરભાઇએ રાજકોટને નવા ખેલની ગિફટ આપી છે. તાન્‍ઝાનિયાના વિશ્વખ્‍યાત ગ્રુપને રાજકોટ તેડાવ્‍યું છે અને સરકસના ત્રણે શોમા આ ગ્રુપ હેરત  અંગેજ  ખેલ કરશે.

તાન્‍ઝાનિયાના ગ્રુપમાં રઝબ ઇન્‍ચાર્જ છે.અને લાસિકી, જેસિકા, ટેન્‍સ, જેનોજ, આઝીરૂ, ઇડી વગેરે કલાકારો આヘર્યજનક પ્રોગ્રામ આપશે. અઢી કલાકના સરકસમાં ૩૦ મિનીટ જેટલો સમય આ ગ્રુપને ફાળવવામાં આવ્‍યો છે., જે રાજકોટના દર્શકોને આヘર્યના આચકા આપશે. આધાર વગર ઉભેલા બાંબુ પર સાતેય સભ્‍યો દોડવાથી માંડીને વિવિધ કરતબ દેખાડશે. ઉપરાંત સાયકલ જગલિંગના વિવિધ ખેલ કરશે.

તાન્‍ઝાનિયાનું આ ગ્રુપ ઘણાં દેશોમાં કરતબ દેખાડીને ખૂબ લોકપ્રિય બન્‍યું છે. ચીન,સા.આફ્રિકા, યુ.કે., કોરિયા વગેરે દેશોમાં કરતબ દેખાડીને આ ગ્રુપ રાજકોટ આવ્‍યું છે. તેના ખેલ બાળકો સાથે અચુક માણવા જેવા  હજુ છ દિવસ છે સપરિવાર બુકિંગ કરાવીને સરકસનો રિયલ-લાઇવ શો માણો. ગ્રેટ ગોલ્‍ડન સરકસમાં ઉત્તર પ્રદેશના રાહુલકુમાર વજન ઉચકીને કમાલ કરે છે. માનવની શકિતનો પરિચય આપતો આ ખેલ પણ જોવા જેવો છ.ેસુરેન્‍દ્રનગરમાં રાહુલકુમારનો હાથ દાઝી ગયો છતાં હિંમતથી શકિતનું પ્રદર્શન કરે છ. તે કહે છે કે, મુશ્‍કેલ સમયે હિંમત અને દ્રઢ મનોબળ રાખીને કામ કરવું એજ સફળતા ગણાય.

મેનેજર મહેન્‍દ્રજી કહે છે કે, રાજકોટે અમને ખુબ પ્રેમ, આપ્‍યો છ.ે અમે દિલથી તેમનો આભાર માનીએ છીએ. હજુ છ દિવસ છે. વિદેશી કલાકારોને મનભરીને માણજો. શ્રી દાસે જણાવ્‍યું હતું કે વિદેશી કલાકારોનું ગ્રુપ સરકસના ગ્રાઉન્‍ડમાં સાથે જ રહે છે અને વિશેષતા એ છે કે, આ ગ્રુપ પોતાનુ ભોજન જાતેજ તૈયાર કરે છ.ે

ગ્રેટ ગોલ્‍ડન સરકસમાં યુવતીઓ દ્વારા થતા હેરત અંગેજ જ યોગ-પ્રયોગો પણ માણવા જેવા છે અચૂક  માણજો.

દરરોજ ત્રણ શો : શાસ્ત્રી મેદાનમાં આવેલું ગ્રેટ ગોલ્‍ડન સરકસ સપરિવાર અચુક માણવા જેવું છે.

બપોરે ૩.૩૦ તથા સાંજે ૬.૩૦ અને રાત્રે ૯.૩૦ વાગ્‍યે ત્રણ શો થાય છે.

ટિકિટના દર રૂા. ૧પ૦ / રૂા. રપ૦ / રૂા.૪૦૦  છે. પરિવાર સાથે અચૂક માણજો.

બુકિંગ માટે મો.૭૯૮૪૯ ૩૮૧૪૩/ ૯૬૨૪૯  ૩૫૩૧૯

 

ગ્રેટ ગોલ્‍ડન સરકસમાં આફ્રિકન કલાકારો આફ્રિન કરશે

શહેરના શાષાી મેદાનમાં છેલ્લા એક મહિનાથી ગ્રેટ ગોલ્‍ડન સરકસે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્‍યું છે. દરરોજ હકડેઠઠ મેદની સરકસનીમજા માણી રહી  છ.ે ત્‍યારે ગ્રેટ ગોલ્‍ડન સરકસમાં આફ્રિકન કલાકારોની ફોજ ઉતરી છે જે લોકોને અંગ કસરતના દાવ દ્વારા મંત્રમુગ્‍ધ કરી રહ્યા છેે. ‘‘અકિલા''કાર્યાલયની મુલાકાત વખતે આ કલાકારોએ પોતાની કલાનું કૌવત દેખાડયુ હતું ઉપરોકત તસ્‍વીરોમાં ‘‘અકિલા'' કાર્યાલય ખાતે અંગ કસરત કરી રહેલ  આફ્રિકન કલાકારો તથા સરકસના મેનેજર મહેન્‍દ્ર દાસ, ચારૂ પબ્‍લીસીટીવાળા મૌલીક હરીશભાઇ પારેખ અને શરદભાઇ પીઠડીયા દર્શાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:15 pm IST)