Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટના લીલી સાજડિયાળી પ્રાથમિક શાળાનું એનએમએમએસ પરિક્ષામાં શ્રેષ્‍ઠ પરિણામ

રાજકોટ,તા. ૨૯ : તાજેતરમાં લેવાયેલ એનએસએમએસ પરિક્ષામાં લીલી સાજડિયાળીની પ્રાથમિક શાળાનું શ્રેષ્‍ઠ પરિણામ આવ્‍યુ છે.

NMMS ૨૦૨૧ પરીક્ષામાં લીલી સાજડિયાળી પ્રા. શાળાનું શ્રેષ્ઠ પરીણામ આવ્‍યુ છે.રાઠોડ રિધ્‍ધિ ઘનશ્‍યામભાઈ એ ૧૨૨ ગુણ મેળવી સમગ્ર રાજકોટ તાલુકામાં પ્રથમ સ્‍થાન તથા રાજકોટ જીલ્લા માં ૨૭ મું સ્‍થાન મેળવેલ છે.

મકવાણા બિપીન કિશોરભાઈ એ ૧૧૮ ગુણ મેળવી સમગ્ર રાજકોટ તાલુકામાં દ્વિતીય સ્‍થાન તથા રાજકોટ જીલ્લા માં ૩૮મું સ્‍થાન મેળવેલ છે.

બંને વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્‍થાન મેળવી તથા ધોરણ ૯ થી ૧૨ સુધી દર મહિને રૂા.૧,૦૦૦/- લેખે વાર્ષિક રૂા.૧૨,૦૦૦/- ની શિષ્‍યવૃત્તિ માટે ક્‍વોલિફાય થઈ પોતાના પરીવાર તથા શાળાને ગૌરવ અપાવેલ છે.

ધોરણ ૮ માં સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP (NMMS) પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. ગત તા.૧૭/૦૪/૨૦૨૨ ના રોજ લેવાયેલ NMMS ૨૦૨૧ ની ધોરણ ૮ના પરીક્ષા રાજકોટ જિલ્લાના કુલ ૬૩૭૪ બાળકોએ આપેલ, જેમાંથી ૧૭૪૫ બાળકો પાસ થયેલ તથા ૨૪૦ વિદ્યાર્થીઓ મેરીટ શિષ્‍યવૃત્તિ માટે પસંદ કરવામાં આવેલ. (શ્રી લીલી સાજડિયાળી ના કુલ ૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જે પૈકી ૫ વિદ્યાર્થીઓ પાસ થયેલ) અને તેમાંથી ૨ વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્‍થાન મેળવ્‍યું છે. આ અગાઉ લેવાયેલ NMMS વર્ષ ૨૦૨૦ પરીક્ષામાં પણ એક વિદ્યાર્થી રાઠોડ દિપક દિનેશભાઈએ મેરીટમાં સ્‍થાન મેળવી શાળાને ગૌરવ અપાવેલ છે.

વિદ્યાર્થીઓની મહેનત, અભ્‍યાસ પ્રત્‍યે રુચિ અને શિક્ષણકાર્યમાં ધ્‍યાન તથા શાળાના તમામ શિક્ષકોના હકારાત્‍મક અભિગમને કારણે આ બંને વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ લાવી પોતાના પરિવાર તથા શાળાને ગૌરવ અપાવેલ છે.

(10:49 am IST)