Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

આ વખતે રવિવારે ઇદઃ કાલે ગુરૂવારે સાંજે સુક્ષ્મ ચંદ્રદર્શનની પૂર્ણ સંભાવના

વાદળીયા હવામાનના લીધે ચંદ્ર જોવા ન મળે તો ‘ગવાહી' લેવી પડે તેવા સંજોગોઃ વર્ષો બાદ ઇદ રવિવારે ઉજવાય તેવો વર્તારો

રાજકોટ તા. ર૯ :.. આગામી ૧૦ મી જૂલાઇના રવિવારના દિવસે ઇદુલ અદહા મુસ્‍લિમ સમાજ દ્વારા મનાવવામાં આવશે.
હાલમાં ઇસ્‍લામી પંચાગનો ૧૧ મો મહીનાો જીલ્‍કાદ ચાલી રહ્યો છે. જેમાં આજે બુધવારે ઇસ્‍લામી ર૮ મી તારીખ  છે અને આવતીકાલ ગુરૂવારે ર૯ મી તારીખના સાંજના આકાશમાં ચંદ્ર દર્શન થનાર હોવાની પુર્ણ સંભાવના છે.
આથી ગુરૂવારે ર૯ મીએ કાલે આ જીલ્‍કાદ મહીનો પુરો થશે અને ચંદ્રદર્શનના લીધે શુક્રવારથી જીલ્‍હજજ મહીનો શરૂ થઇ જશે. આ ઇસ્‍લામી પંચાગનો ૧૧ મો મહીનો છે અને આ મહીનામાં ધનિક લોકો મકકા-મદીના ખાતે હજ્‍્‌જ યાત્રાએ જાય છે અને આજ મહીનાની ૧૦મી તારીખે મુસ્‍લિમ સમાજ ઇદુલઅદહા ઉજવે છે.
ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના પૂર્વ જ અને ધર્મપિતા પૈગમ્‍બર હઝરત ઇબ્રાહીમ અને તેઓના સુપુત્ર પૈગમ્‍બર હઝરત ઇસ્‍માઇલ સાહેબની સ્‍મૃતિમાં આ ઇદુલ અદહા ઉજવવામાં આવે છે.
આ ઇદ ચંદ્રદર્શનના આધારે ૧૦ મી જૂલાઇ રવિવારના ઉજવાશે બીજી તરફ ઇસ્‍લામી પંચાગતનો રમઝાન માસ અને તે પછીનો મહીનો શબાલના ૩૦ દિવસ પુરા થયા છે એ જોતા જીલ્‍કાદ મહીનાના ર૯ દીવસ જ થવાની પુરી શકયતા હોઇ ગુરૂવારે કાલે સાંજે ચંદ્ર દર્શન થવાની પૂર્ણ સંભાવના છે.
જો કે હાલમાં વાદળીયુ હવામાન ચાલી રહ્યું છે. આથી આ ચંદ્ર દર્શન પણ સુક્ષ્મ હશે એ કારણે કયાંક નજરે પડે નહીં તો અનેક સ્‍થળોએ ચંદ્રદર્શનની ‘ગવાહી' લેવી પડે તેવા પણ ઉજળા સંજોગો વર્તાય છે આમ છતાં ૧૦ મી જૂલાઇએ ઇદુલ અદહા નિヘીત હોવાનો સંકેત હોઇ ઘણા વર્ષો બાદ ઇદની ઉજવણી પણ રવિવારે શકય થશે.
 

 

(10:59 am IST)