Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કોટડાસાંગાણી પંથકની ૧૦ વર્ષની સગીરા ઉપરના બળાત્‍કાર કેસમાં પકડાયેલ આરોપીને મૃત્‍યુપર્યંત આજીવન કેદની સજા

સરકારી વકીલ ડોબરીયાની દલીલો સ્‍વીકારી ચુકાદો આપતા અધિક સેસ.જજ શ્રી ભટ્ટ

રાજકોટ,તા. ૨૯ : કોટડાસાંગાણી તાલુકાનાં એક ગામમાં રહેતી ૧૦ વર્ષની માસુમ સગીર બાળકીની એકલતાનો લાભ લઇ બદઇરાદાપૂર્વક તેની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, ભોગ બનનાર સગીર બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધનાર નરાધમ આરોપી સુનીલ જેપાલ અરકબંશીને આજીવન કેદની સજા ગોંડલની પોકસો અદાલતે ફરમાવી હતી.

બનાવ સપ્‍ટેમ્‍બર -૨૦૨૧ના સમયગાળામાં બનેલ રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના એક ગામની જી.આઇ. ડી.સી.માં જ કામ કરતો હોય અને ભોગ બનનાર બાળકી ઘરે કયારે એકલી હોય તે બાબત સારી રીતે જાણતો હોય ગઇ તા. ૧૮/૯/૨૧ના રોજ ભોગ બનનાર બાળકી ઉંમર વર્ષ આશરે ૧૦ ની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ તેની એકલતાનો લાભ લઇ ભોગ બનનાર બાળકી સાથ બળજબરીપૂર્વક બળાત્‍કાર કરેલ. અને ત્‍યારબાદ ભોગ બનનાર બાળકીના પિતાશ્રીને ભોગ બનનાર બાળકીએ સમગ્ર ઘટનાક્રમની જાણ કરતા તેઓએ આરોપી સુનીલ જેપાલ અરકબશી વિરૂધ્‍ધ ભારતીય દંડ સહિતનાી કલમ ૩૭૬ (એ) (બી), ૩૭૬ (૩) ૫૦૬, ૪૫૦ તથા પોકસો એકટની કલમ ૪ અને ૧૦ મુજબનો ગુન્‍હો કોટડાસાંગાણી પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરેલ હતો.

સદર ગંભીર બનાવ બાદ પોલીસે આરોપી સુનીલ જેપાલ અરકબંશીની અટકાયત કરી આ ગુન્‍હાના કામે ધરપકડ કરેલ હતી.

ત્‍યારબાદ આ કામના આરોપી સામે સદર ગંભીર ગુન્‍હાનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલશ્રી ઘનશ્‍યામ કે. ડોબરીયા દ્વારા સરકારીશ્રી તરફે દસ્‍તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્‍યારબાદ સરકારશ્રી તરફે કુલ ૧૧ સાક્ષીઓને તપાસવામાં આવેલ. સદર કામે કેસના મૌખીક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ શ્રી જી.કે. ડોબરીયાની દલીલોને લક્ષમાં રાખી હાલમાં જ બદલી થઇ નિયુકત પામેલ એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી ડી.આર.ભટ્ટે (સ્‍પેશ્‍યલ જજ પોકસો કોર્ટ)એ આ કામમાં આરોપી સુનીલ જેપાલ અરકબંશીને આજીવન કેદ મૃત્‍યુ પર્યતની સજા ફરમાવેલ છે.

આ કામમાં સરકારી તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્‍યામ કે. ડોબરીયા રોકાયેલા હતા.

સરકારી વકીલ-ગોંડલ

ઘનશ્‍યામભાઇ ડોબરીયા

(11:46 am IST)