Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જયકિશનસિંહ ઝાલા રાજકોટ વિધાનસભા-૬૯ના યુવા મોરચાના પ્રભારી બન્‍યા

ક્ષત્રિય કરણી સેનાના જીલ્લા પ્રમુખ, યુવા ભાજપ ઉપપ્રમુખ

રાજકોટ તા. ૨૯: શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અને ક્ષત્રિય કરણી સેનાના રાજકોટ જીલ્લાના પ્રમુખ જયકિશનસિંહ વિજયસિંહ ઝાલા (ગામ ભડવાણા)ને રાજકોટ વિધાનસભા ૬૯ના યુવા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવતાં પરિવારજનો અને ક્ષત્રિય સમાજમાં ખુશી છવાઇ ગઇ છે. જયકિશનસિંહને ઠેર ઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

શિક્ષિત અને યુવા અગ્રણી એવા જયકિશનસિંહ ઝાલા (મો.૯૬૨૪૬ ૦૦૦૦૯)એ લાંબો સમય ભાજપ કાર્યકર તરીકે કામ કર્યા પછી તેમણે શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ સુપેરે નિભાવી છે. હવે તેમને મહત્‍વની અને રાજકોટ વિધાનસભા-૬૯ના યુવા મોરચાના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. આ વરણી બદલ તેમને તથા તેમના નિવૃત એએસઆઇ પિતા વિજયસિંહ ઝાલાને શુભકામનાઓ મળી રહી છે. વિજયસિંહે રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચમાં પોતાના ફરજકાળ દરમિયાન અનેક નોંધપાત્ર ડિટેક્‍શનની કામગીરી કરી હતી. પિતાએ પોલીસ ખાતામાં નામના મેળવી હતી તેમના પગલે પુત્ર રાજકારણમાં આગળ વધી રહ્યા છે.

(11:43 am IST)