Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

માનવનું મન ભોગવાદી નહી, પણ ભાવવાદી બનાવવું

ભગવદ્ ગીતા જ એવો ગ્રંથ છે જેમાં સ્વંયમ ભગવાનના પ્રત્યક્ષ સાક્ષાત્કાર ગુરૂ તરીકેનો છે અને પ્રત્યક્ષ ભગવાન પોતે સંવાદ, સમાધાન કરે છેઃ ગીતા પ્રશ્નો અને જવાબનું અદ્દભુત ઉદાહરણ : ભગવદ્દ ગીતા અને મેનેજમેન્ટ વિષે થોડુ જાણીયે

ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ
સ્કુલોના અભ્યાસક્રમોમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાના સમાચાર સાંપડ્યા છે ત્યારે એક ડગલું આગળ જઈ વિચારીએ કે આજની તાતી જરૂરત મેનેજમેન્ટ સ્કીલની છે તો ત્યારે ગીતા ઉપયોગ ન થઇ શકે? તથા મેનેજમેન્ટના કોર્સમાં ગીતાનો સમાવેશ ન કરી શકાય ?
કારણ કે એક સ્ટડી પ્રમાણે (૧) સફળ ગણાતી મોટી કંપનીઓ ઓછી તંદુરસ્ત જણાય છે. (૨) કંપનીની લાઈફ ૫૦ પણ નથી રહી.૧૯૭૦માં લીસ્ટેડ ફોર્ચ્યુન ૫૦૦ કંપની માંહેની ૧/૩ કંપનીઓ ૧૯૮૩ પહેલાજ ખોવાઈ ગઈ કે ધોવાઇ ગઈ.(૩) ૪૦% થી પણ ઓછી કંપનીઓ ૧૦ વર્ષ પણ નજીવી શકી. આમ કંપનીઓનો બાલ મરણ ડર ઘણો ઉચો રહ્યો છે. આ સંજોગોમાં હાલના ''મોર્ડન મેનેજમેન્ટના સીધાંતો અધૂરા લાગ્યા છે. અને નવા આયામો પર નજર કરવી જરૂરી બની છે. ત્યારે આ જરૂરિયાતને નજરે રાખી ભગવદ ગીતાનો અભ્યાસ અતિ લાભકારી થશે.
મોર્ડન મેનેજમેન્ટના સિદ્ધાંતો અધૂરા પુરવાર થયા છે કેમેક તેણે માત્ર ભૌતિક બાબતોની ચિંતા વધુ કરી છે, મેનને(માણસ),મશીનને,મટીરીયલને વગેરેને માત્ર  ઉપયોગીતા અને નફાકારતાની નજરે જ જોયા છે. મેન યાને માણસની જીવંત ભાવનાને,ઈચ્છાને ,વિચારોને અવગણ્યા છે . માણસને માત્ર 'ઈકોનોમીક ટૂલ' કે પ્રોડકટીવ એસેટ કે વધીને 'નેશનલ એસેટ' ગણ્યું છે, માણસને આર્થિક ઓજારની વેલ્યું આપી છે, જેને કારણે મેનેજમેન્ટને 'મેનેજમેન્ટ બાય મટીરીયાલીયમ'નું લેખન લાગ્યું છે. અલબત તેનાથી 'ઉત્પાદનું ક્ષેત્ર તનાવ અને સંઘર્ષનું ક્ષેત્ર બની ગયું છે, અનહેલ્ધી બની ગયું છે.' પરંતુ ભગવાને ગીતામાં માણસને 'મામેઈવાંશો જીવલોકેઃ (બધા મારા પુત્રો છે. હું બધામાં છું ૧૫મો અધ્યાય, ૭મો શ્લોક) કહી, ઉચું મુલ્ય/ વેલ્યુ આપી છે.
સંસ્થાના ઉત્કર્ષથી સમાજનો ઉત્કર્ષ એવા વિચારથી ચાલુ મેનેજમેન્ટ મોડેલના દુશ્પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. ત્યારે વ્યકિતના ઉત્કર્ષથી સંસ્થાનો વિકાસ અને સંસ્થાના વિકાસથી લોકકલ્યાણ તથા લોકકલ્યાણથી સમાજ ઉત્કર્ષ 'એવી વસુધૈવ કુટુંમ્બ્કમ'ની ધારણાવાળું મેનેજમેન્ટ સાયન્સ ગીતામાં અપાયું છે. હકીકતે મેનેજમેન્ટ એટલે 'મેન મેનેજમેન્ટ' છે. એ ગીતાનો સંદેશ છે.
એક અન્ય કારણ 'વધુ' પણાનો આગ્રહ છે. સાધનો કે કવાલીટીની પરવા કર્યા વગર, મોર વર્ક, મોર પ્રોડકટ, મોર સેલ, મોર પ્રોફિટનો આગ્રહ હાલના મોડેલ આપ્યો છે. જેના કારણે 'માણસ' પણ 'કોમોડીટી' ગણાવા લાગ્યો છે. વધુ પણાના આગ્રહે ચોકસ પણે વ્યકિતની સંપતિમાં વધારો થયો છે પણ કેટલી વ્યકિતના? માત્ર ૧૦%!! જયારે સમાજના ૯૦% તો દરિદ્રતા દરિયામાં ગરક થયા છે.
તેથી એફીસીયન્સી,ઉતમતાના પ્રયાસો, અને ગતિશીલતાના ચાલુ મોડેલના પ્રયાસોમાં, હ્યુમન વેલ્યુજ, અને લોકકલ્યાણને જોડવા માટે જ ગીતામાં આપેલ માનવ  કૈન્દ્રીત સિધ્ધાંત અભ્યાસમાં જરૂરી છે.
માણસને માત્ર બ્રેડ અર્નર -સેલેરી લેનાર કે ઉપભોકતા નહી, પણ સંપતિનો સર્જક સમજવો જરૂરી છે. જે સાયન્સ માણસને સમાજ ઘડતરનો એક જીવંત અવયવ ગણે, તેવી વ્યવસ્થાના સીધ્ધાંતો હવે લાવવા હિતાવહ છે.મોર્ડન મેનેજમેન્ટ 'માણસ'ને પ્રલોભનોથી 'કાર્યક્ષમ' બનાવે છે. જયારે ગીતા, માણસનેકર્મયોગી બનાવે છે. કર્મ પોતાના માટે નહી,પણ ઈશ્વર માટે. યજ્ઞની આહુતિની જેમ કર્મ. તે ,પોતાના કોઈપણ સ્વાર્થ વગર. સ્વાહાની ભાવના સાથે..
વળી, મોર્ડન મેનેજમેન્ટ સાયન્સના બધાજ આયામો ગીતામાં છે.જેવાકે લીડરશીપ,મોટીવેશન,ટીમ બિલ્ડીંગ, વિઝન, મિશન,વગેરે. ગીતામાં હ્યુમેન-માણસને કેન્દ્રમાં રાખી દર્શાવવામાં આવ્યા છે.ગીતા સમજાવે છે કે માનવનું મન ભોગવાદી નહી, પણ ભાવવાદી બનાવવું. વેસ્ટર્ન મેનેજમેન્ટ સાયન્સના વિચારકોએ ભૂલી ગયા કે માણસ માત્ર ઉપભોકતા જ નહી અપીતું કર્તા,હર્તા,સમાહર્તા અને -કૃતિનો સહોદર છે. વ્યષ્ટિજ સમષ્ટિ નો પાયો છે. એકવાર માણસની માનસિકતા બદલાય જાય તો આપોઆપ તેનું કૌશલ્ય ઉર્ધ્વગામી થાય છે. અને ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે.
સંસ્થાનો આંતરિક અને બાહ્ય બન્ને વહીવટ માણસ દ્વારા જ થાય છે. જે પરસ્પરના વ્યવહારો પર જ નિર્ભર છે મેનેજમેન્ટની ભાષામાં 'ઇન્ટર-પર્સનલ રીલેશનશીપ અને ઈગો સ્ટેટ' તરીકે ઓળખે છે. આમ વ્યવસ્થાપન -મેનેજમેન્ટ આખરે સાયકો-ઇકોનોમિકસનો વિષય બની જાય છે. ને ભગવાન રજનીશ ગીતાને મોનોઇવ્ગ્નન્નુ શાસ્ત્ર કહે છે. તો પાંડુરંગ દાદા ' માનવ સબંધોનો ગ્રંથ'ર્ કહે છે.ભગવદ ગીતાને માત્ર 'ભકિતના ગ્રંથ' નજરે જ ન જોતા સંસ્થાના સંચાલક કે કામગાર- (આખરે માણસ)ની વ્યવસ્થાપન શકિત, ઉત્પાદન શકિતને વધારતું વિજ્ઞાન છે 'તે નજરે વિચારવું વધુ ઉપયોગી બની રહેશે. ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકસ નવા નવા આયામો સમજાવે છે. છતાય ગીતાના ૩,૬,૧૨,૧૮. અધ્યાયો વ્યવસ્થાપન વિજ્ઞાનને નવો અર્થ આપતા ચેપ્ટર છે.
પર્સોનલ મેનેજમેન્ટમાં 'કાઉન્સેલિંગ/(ફેસેલીટીટર) (સલાહ) અને સંવાદ ''મહત્વના અંગો છે. અને આ જ અંગથી,ગીતાની શરૂઆત થાય છે. શ્રી કૃષ્ણ અર્જુનના 'વિષાદ'ને જાણી જાય છે અને તેની હતાશા દુર કરવા, તેનો ધર્મ સમજાવવા, કાઉન્સીલીંગ કરવા લાગે છે.
સંસ્થાના સંચાલક લીડરે પોતાના નીચેના સ્ટાફ-વ્યકિત સાથે નજીકનું તાદામ્ય સાધીને, તેના મનના ભાવ સમજવાનું હોય છે જે શ્રી કૃષ્ણ દ્વારા શીખવાડાયુ છે. કૃષ્ણ અર્જુનના મનોભાવ સમજી, તેનો સ્વધર્મ, લડવાનો હેતુ,લડવાથી થતા ફાયદા વગેરે દર્શાવે છે. અને જયારે અર્જુન માગ કરે છે ત્યારે પોતાનું વિશ્વરૂપ પ્રગટ કરે છે.
આમ મોટીવેશનલ સ્કીલ,કાઉન્સીલીંગ સ્કીલ પ્રદર્શિત કરી, (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના પાઠ, ગીતા ,સમાજને સમજાવે છે.)
શ્રી કૃષ્ણ ઉત્કૃષ્ટ લીડર છે, કાઉન્સીલર (સલાહકાર)છે..,ટીમનો બિલ્ડર છે. ધર્મ ઉદ્ધારના લક્ષ્ય માટે પાંડવોની ટીમ તેને જ બનાવી છે, આ ટીમના એકેએક સભ્યની,માનસિકતા, આવડત, ક્ષમતાથી પરિચિત છે અને ટીમના સભ્યોનો મહતમ ઉપયોગ, ઈચ્છિત લક્ષ્ય હાસલ કરવા માંગે છે. આમ એક ટીમ બિલ્ડરે શું શું કરવું જોઈએ તે ગીતા સમજાવે છે. ટીમે બિલ્ડરે, ટીમ માટે નિમ્ન કક્ષાનું કામ પણ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ ને એટલે પુરૂષોતમ પોતે અર્જુનના સારથી બને છે.
એક આડ વાત નોંધીએ કે ભગવદ ગીતા જ એવો ગ્રંથ છે જેમાં સ્વયમ ભગવાનનો પ્રત્યક્ષ સાક્ષારત્મક ગુરુ તરીકેનો છો! અને પ્રત્યક્ષ ભગવાન પોતે સંવાદ, સમાધાન કરે છે. ગીતા પ્રશ્નો અને ઉતરનું અદ્દભુત ઉદાહરણ છે.
અર્જુનને ન માત્ર કર્મયોગી બનાવે છે પણ તેને 'યોગ કર્મેશું કૌશલમ' યાને મોડર્ન મેનેજમેન્ટ જેને 'ઇન સર્ચ ઓફ એકસેલેન્સ' તે કૌશલ્ય યુકત બનાવે છે. જે માટે ગીતા એક દિવ્ય રસ્તો બતાવે છે ૅં કામ ને 'યજ્ઞ' ગણવાનો. કર્મચારીનો માત્ર 'કામનો અધિકાર છે (કર્મણ્યેવાધિકારસ્તે..)' ફળની અપેક્ષા નહી, હા, કર્મ એળે જતું જ નથી.  'કાર્યમાં યજ્ઞનીભાવના રેડતા-કાર્ય દક્ષતા વધે છે ,નીતિમતા વધે છે. જેનાથી સમાજને ફાયદો ફાયદો થાય છે. નર નરાધમ નથી બનતો પણ નારાયણ બનવા લાગે છે.
આજના મેનેજમેન્ટ મોડેલને પરિણામે, કર્મચારી માત્ર 'પગાર સામે કામ' કે પગાર પ્રમાણે કામની વર્તણુક વાળો બન્યો છે, તે ગીતાના 'યજ્ઞ' વળી પ્રણાલી અપનાવે તો આપોઆપ સમસ્યાવિહીન ઉત્પાદક બનશે.
મેનેજમેન્ટમાં 'રોલ મોડેલ'નું મહત્વ છે. કર્મચારી, પોતાના કામ માટે સંસ્થાના કોઈ વરિષ્ટ વ્યકિત જેવાકે સંચાલક, મેનેજર,સીનીયર વગેરેના કામ પ્રત્યેની નિષ્ઠા,લગ્ન, સ્ટાઈલને અનુસરે છે. યાને મેનેજર, કાર્ય કરનારનો 'રોલ મોડેલ હોવો જોઈએ. ગીતામાં કૃષ્ણ ખુદ રોલ મોડેલ બની,દાખલો બની અર્જુન સામે આવે છે. 'નિષ્કામ કર્મ અકર્મણ્યતા વગરે સમજાવતા  શ્રી કૃષ્ણ કહે છે. 'ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્મ નકકી કરેલ નથી મને કોઈ અભાવ નથી મારે કાય મેળવવાનું નથી છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત છું. કારણ કે જો હું નિયત કર્તવ્ય કર્મ સાવધાની પૂર્વક ન કરું તો હે પાર્થ, બધા મનુષ્યો મારા માર્ગને અનુસરશે. (અધ્યાય ૩/૨૨-૨૩-૨૪)
ચીરંતન જ્ઞાનના મહાબ્ધીમાંથી બે ચાર બિંદુઓને નવી નજરે નિહાળવાનો પ્રયાસ છે....


 

 

ત્રિલોક ઠાકર,
 પૂર્વ તંત્રી, સંકલન શ્રેણી,
મો.૯૮૨૪૩ ૪૨૦૪૨

(11:47 am IST)