Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કુવાડવાના સાયપરમાં હલણ મામલે શૈલેષને લક્ષ્મણે સાકળથી ફટકાર્યો

રાજકોટ તા. ૨૯: કુવાડવાના સાયપર ગામે રહેતાં શૈલેષ મુળજીભાઇ પરમાર (ઉ.૩૦)ને સાંજે પાણી ભરવા નીકળ્યો ત્યારે તેના કુટુંબી ભાઇ લક્ષમણ ગોરાભાઇ પરમારે ઝઘડો કરી લોંખડી સાકળથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

શૈલેષ કડીયા કામની મજૂરી કરે છે. તેના ભાઇ સંજયભાઇએ જણાવ્યું હતું કે હુમલો કરનાર લક્ષમણ અમારો કુટુંબી ભાઇ થાય છે. હલણનો રસ્તો તેણે બંધ કરી દીધો હોઇ તે બાબતે બોલાચાલી થતાં તેણે સાકળથી હુમલો કર્યો હતો.

(12:16 pm IST)