Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કાયદા ક્ષેત્રે દેશ-વિદેશમાં ડંકો વગાડનાર એડવોકેટ તુષાર ગોકાણીનો જન્મદિવસ

રાજકોટ તા. ૨૯ : રાજકોટના જાણીતા યુવાન અને બાહોશ એડવોકેટ તુષાર ગોકાણીનો આજે જન્મદિવસ છે. તા. ર૯ જુનના રોજ જન્મેલા તુષાર ગોકાણી  વકીલાત ક્ષેત્રે પોણા બે દાયકાની ઝળહળતી કારર્કિદી સાથે સફળતમ જીવનયાત્રાના નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે.

ખૂબ જ યુવાન વયે વકીલાતની કારર્કિદીમાં તેમણે અનેક ફોજદારી અને કોર્મશીયલ કેસોમાં સીમાચિહનરૃપ ચુકાદાઓ મેળવ્યા છે અને તેની નોંધ ફકત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમા લેવામાં આવી છે. હોંશપૂર્વકના હોમવર્ક અને જોશીલી જબાન સાથે કોર્ટમાં તેમના દ્રારા કરાતી તર્કબઘ્ધ દલીલોએ અનેકને ન્યાય અપાવ્યો છે. માત્ર સ્થાનિક કોર્ટ જ નહીં, પરંતુ ગુજરાત સહિત દેશના અન્ય રાજયોની હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટ સુધી લડત આપીને તેમણે અનેક કેસોમાં મહત્વપૂર્ણ ચુકાદા મેળવી અસીલો તથા સીનીયર વકીલોની દાદ મેળવી છે.

તેઓ વિશ્વભરમાં જાણીતી એમેઝોન, ડેલ, એમવે, મોન્ટ બ્લેન્ક સહિતની નાંમાકિત મલ્ટીનેશનલ કંપનીઓના વકીલ તરીકે સેવા આપેલ છે. એડવોકેટ તુષાર ગોકાણી તેમના સીનીયર સ્વ. અભયભાઈ ભારદ્વાજને તેમના વ્યવસાયિક ગુરૃ માને છે અને પોતાની સફળતાનો સંપૂર્ણ  શ્રેય પોતાના માતાપિતા તથા ગુરૃને આપે છે. તેમજ આંટીઘંુટીવાળા કેસો તથા કાયદાનું અર્થઘટન કરવામાં એડવોકેટ તુષાર ગોકાણીનું પ્રભુત્વ કાબીલેદાદ છે. 

સૌરાષ્ટ્રની ઓળખ સમાન ગીરના સિંહને મઘ્યપ્રદેશમાં સ્થળાંતરીત થતા અટકાવવા માટે તુષાર ગોકાણીએ સુપ્રિમ કોર્ટમાં કરેલી પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન હોય કે સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે સફળતાપુર્વક જામજોધપુર કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ તથા અન્ય પોલીસ અધીકારીઓને કરાવેલ સજાનો કેસ હોય કે પછી હાલનો ગુજરાત સરકારનો નવો કાયદો ગુજસીટોકમાં સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકેની નીમણુક કરેલ હોય કે પછી તેઓ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિતનાઓ વિરૃઘ્ધનો  'ટાડા'નો બોમ્બે બોમ્બ બ્લાસ્ટ કેસ, જયંતી ભાનુશાળી હત્યા કેસ, પ્રશાંત ભુષણ સામે હિન્દુઓની લાગણી દુભાવવાનો કેસમાં તથા ચકચારી ક્રર્મકાંડી બ્રાહણ પરીવારની સામુહિક આત્મહત્યાનો માત્ર ૧ રૃપીયાના ટોકનથી સરકાર વતી ખાસ રજૂઆત કરવા સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે નીમાયેલ છે તેમજ અસંખ્ય મલ્ટીનેશનલ કંપનીઓમાં કાયદાકીય સલાહકાર તરીકે સેવા આપેલ છે. કોઈ આરોપીને કાયદાની આટીઘુંટી પાર કરી નિર્દોષ છોડાવવાનો કેસ હોય તમામ સંજોગોમા તેઓ ખુબ જ ખંતપુર્ર્વક કેસો લડી અસીલોને તથા પ્રજાને ન્યાય અપાવેલ છે.

હાલ સામાજીક ક્ષેત્રે તેઓ રાજકોટ લોહાણા મહાજનની કોર કમિટીના ટ્રસ્ટી છે તેમજ અનેક ચર્ચાસ્પદ કેસોમાં હોંશપુર્વક તથા નૈતીકતાના ઉચ્ચ મુલ્યોને અનુસરી પોતાની વ્યવસાયીક કારર્કિદી આગળ ધપાવે છે.

જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેવી જન્મદિને મિત્રો, સગાસ્નેહી દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે તેમના મો.નં. ૯૮ર૪ર ૯પપપ૭ ઉપર આજે સવારથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(2:20 pm IST)