Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

‘ગૌ સાહસિકતાથી સમૃધ્‍ધિ' : આંતરરાષ્‍ટ્રીય વેબીનાર યોજાયો

રાજકોટ : એમ.એસ.એમ.ઇ. દિવસ નિમિતે ‘ગ્‍લોબલ ફાઉન્‍ડેશન ઓફ કાઉ બેઝડ ઇન્‍ડસ્‍ટ્રીઝ (જીસીસીઆઇ) દ્વારા ‘ગૌ સાહસિકતાથી સમૃધ્‍ધિ' વિષય પર આંતરરાષ્‍ટ્રીય વેબીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા તેમજ જીસીસીઆઇના સ્‍થાપક ડો. વલ્લભભાઇ કથીરીયાએ વિસ્‍તૃત છણાવટ કરી હતી. એમ.એસ.એમ.ઇ. સહાયક નિયામક રામાવતારજી, ખાદી ગ્રામોદ્યોગ આયોગના મદદનીશ નિયામક ઇન્‍દ્રજીત, મધ્‍યપ્રદેશના એમએસએમઇ મંત્રી ઓમપ્રકાશ શકલેયાજી, હરીયાણા ગૌ સેવા આયોગના અધ્‍યક્ષ શ્રવણ ગર્ગ અને ગૌસેવા ગતિવિધિના રાષ્‍ટ્રીય સંયોજક અજીતપ્રસાદ મહાપાત્ર, ભૂતપૂર્વ આઇએએસ કમલ ટાવરીએ પણ આ વેબીનારમાં ભાગ લીધો હતો. સમગ્ર વેબીનારનું સંચાલન પુરીશકુમારે કર્યુ હતુ. મહેમાનોનું સ્‍વાગત અમિતાભ ભટનાગરે કર્યુ હતુ.

(3:35 pm IST)