Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટમાં કન્‍ટેનર ડેપો અને એકઝીબીશન કન્‍વેન્‍શન સેન્‍ટરની તાતી જરૂર : એન્‍જી. એસો.

ડીસ્‍ટ્રીકટ એકસ્‍પોર્ટ પ્રમોશન કમીટીની બેઠકમાં વિવિધ સૂચનો રજ

રાજકોટ,તા. ૨૯ : કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરી ખાતે ડિસ્‍ટ્રીકટ એકસપોર્ટ પ્રમોશન કમિટીની (DEPC) બેઠક મળેલ. જેમાં રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશ વાસાણી, ઉપપ્રમુખ યશ રાઠોડ તેમજ સહમંત્રી ચંદ્રેશ સંખારવા હાજર રહેલ. આ મીટીંગમાં મુખ્‍ય મુદ્દો એ હતો કે જીલ્લામાં કઇ એક પ્રોડક્‍ટસને પ્રમોશન કરી બુસ્‍ટ કરવું. મીટીંગનો મુખ્‍ય મુદ્દો નિકાસમાં કઇ રીતે વૃધ્‍ધિ લાવી શકાય તે માટે ચર્ચા વિચારણા માટે ઔદ્યોગિક એસોસીએશનો સાથે ડી.આઇ.સી., ડીજીએફટી કચેરી સાથે ચર્ચા -વિમર્શ થયેલ. જેમાં રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશન દ્વારા મંતવ્‍યો અને સુજાવ રજુ કરાયા હતા.

રાજકોટમાં આઇ.સી.ડીની સ્‍થાપના કરવી. રાજકોટના એન્‍જીનીયરીંગ સેક્‍ટરન. વધુ પ્રમોટ કઇ રીતે કરી શકાય તો તેના માટે રાજકોટમાં ઘણા સમયથી કન્‍ટેનર ડેપો શરૂ કરવાની માંગણી છે જે કાર્યરત કરવા રજુઆત કરાયેલ જેની સુવિધા મલ્‍યેથી રાજકોટ તેમજ સૌરાષ્‍ટ્રના નિકાસકારોને રાજકોટથી કંડલા ડાયરેકટ માલનું ડીસ્‍પેચ કરી શકવું સુવિધાપૂર્વક રહે જેને લઇને ફ્રેઇટ ઓછુ થાય અને ટ્રેનનું ભાડું પણ ઓછું થવાની નિકાસકારોને વધુ સુગમતા રહે અને જેના થકી નિકાસને વેગ મળી રહે.

ઉપરાંત એક્‍ઝીબીશન કન્‍વેન્‍શન સેન્‍ટર કાયમી ધોરણે સ્‍થાપવા અને એક્‍સપોર્ટની અગાઉ જે MEIS સ્‍કીમ હતી તે રોડટેપ થઇ ગયેલ છે. ત્‍યારે આ યોજનાને સરકારે વધારે પ્રોત્‍સાહિત કરવા રજુઆત કરવામાં આવેલ. રાજકોટમાં ૨૫૦ થી ૩૦૦ હેકટરમાં મોટી જી.આઇ.ડી.સી. સ્‍થાપવા અંગે ભાર મૂકેલ. તેમ પ્રમુખ પરેશ વાસાણીની યાદીમાં જણાવવામાં આવેલ છે. 

(3:37 pm IST)