Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટના યુવા એડવોકેટ કલ્‍પેશ વાઘેલાની ટીમનું કલેઇમકેસોમાં અનેરૂ યોગદાનઃ પ૦૦ કેસોમાં કરોડોનું વળતર અપાવ્‍યું

રાજકોટ તા. ર૯: એડવોકેટ કલ્‍પેશ કે. વાઘેલા એડવોકેટ કે જેઓએ પોતાના વકિલાતની શરૂઆત તેમના જન્‍મ દિવસ ૧૭/૦૬/૧૯૯૮ના રોજ શ્રી મોહનભાઇ એમ. સાયાણી તથા શ્રી હેમંતભાઇ એમ. સાયાણી એડવોકેટને ત્‍યાંથી કરેલ. કે જેને આજરોજ પુરા રપ વર્ષ થવા પામેલ છે. તેઓના પિતાશ્રી કિર્તીભાઇ ડી. વાઘેલા કે જેઓ રાજકોટ કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતા હતા. તેઓનું એક સ્‍વપ્‍ન હતું કે તેમનો પુત્ર પણ મોટો થઇ એક સકસેસ ફુલ તથા ખ્‍યાતનામ વકીલ બને. જે સ્‍વપ્‍ન શ્રી કલ્‍પેશભાઇ કે. વાઘેલાએ પોતાની અથાક મહેનતથી સાકાર કરેલ અને હાલમાં તેઓ દ્વારા છેલ્લા રપ વર્ષથી રાજકોટ કોર્ટમાં એમ.એ.સીપી પ્રેકટીસ એટલે કે અકસ્‍માત વળતરના કેસ લડવામાં આવે છે. અને વર્ષે તેઓ દ્વારા અંદાજે ૪૦૦ થી પ૦૦ કેસ રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે.

અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલ વ્‍યકિતના વારસદારોને તથા ઇજા પામનાર વ્‍યકિતને વળતર મળે તેની ચર્ચા કરવામાં આવેલ. અને જે ચર્ચા મુજબ ઇજા પામનારના કેસમાં મુખ્‍યત્‍વે ઇજા પામનારની આવક તેની ઉંમર, તેમને થયેલ ખર્ચ તેમજ તેને રહેવા પામેલ કાયમી ખોટને ધ્‍યાને લઇને અરજદારને વળતર ચુકવવામાં આવે છે. તેમજ મૃત્‍યુના કિસ્‍સામાં મુખ્‍યત્‍વે ગુજરનારની આવક અને ગુજરનારની પાછળ કેટલા વારસદારો છે તે ધ્‍યાનમાં વળતર ચુકવવામાં આવે છે.

આમ કલેઇમમાં મુખ્‍યત્‍વે ગુજ.ની ઉંમર, આવક તથા તેની પાછળ કેટલા વારસદારો છે તેના આધારે તેઓના વારસદારને વળતર મળે છે. તેમજ જો ગુજ. ઇન્‍કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરતા હોય તો તેવા કિસ્‍સામાં ગુજ.ના વારસદારને ઘણી મોટી રકમનો કલેઇમમાં ફાયદો થાય છે તેવું શ્રી કલ્‍પેશભાઇ વાઘેલા દ્વારા જણાવવામાં આવે છે. કલ્‍પેશભાઇને તા. ૦૧/૦૪/ર૦રર થી જે એમ.વી. એકટના નવો શું સુધારો આવેલ તે વિશે પુછતા કલ્‍પેશભાઇ દ્વારા જણાવવામાં આવેલ કે નવા કાયદા મુજબ પહેલા કલેઇમ દાખલ કરવામાં લીમીટેશન હતું એટલે કે કોઇપણ વ્‍યકિત ગમે ત્‍યારે કલેઇમ દાખલ કરી શકતો તેમ હવે નવા કાયદા મુજબ તા. ૦૧/૦૪/ર૦રર થી પોતાના વળતરનો કેસ ૬ મહિનાની અંદર દાખલ કરવાનો રહેશે નવા કાયદા મુજબ હવે કલમ ૧૬૪ મુજબ મીનીમમ કલેઇમની રકમ મૃત્‍યુના કેસમાં પ,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા) અને તેમાં તા. રર/૦પ/ર૦૧૮ થી દર વર્ષે પ% નો વધારો કરવામાં આવે છે અને સાદી ઇન્‍જરીના કેસમાં રૂા. રપ,૦૦૦/- (અંકે રૂપિયા પચ્‍ચીસ હજાર પુરા) અને ફ્રેકચર જેવી ગંભીર ઇજામાં તેઓને મીનીમમ રૂા. ર,પ૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા) વળતર મળે છે તેવું નવા કાયદામાં પ્રબંધ કરવામાં આવેલ છે. ત્‍યારબાદ કલ્‍પેશભાઇ દ્વારા જણાવવામાં આવેલ હાલના સમયમાં દરેક વ્‍યકિતએ પોતાના વાહનનો ફુલ વીમો લેવો જોઇએ. જેથી કરીને જયારે કોઇપણ મોટર સાયકલ સ્‍લીપ થઇ જાય તેવા કિસ્‍સામાંપાછળ બેસેલ વ્‍યકિતને ઇજા થાય અથવા મૃત્‍યુ થાય તેવા કિસ્‍સામાં વળતર મેળવવા હકકદાર થાય છે. તેમજ કારના કિસ્‍સામાં કાર પલ્‍ટી મારી જાય તેવા કિસ્‍સામાં પણ કારમાં જો ફુલ વીમો હોય તો તેમાં બેસેલ કોઇપણ વ્‍યકિત કલેઇમ કરવા હકકદાર બને છે. આથી દરેક વ્‍યકિતએ પોતાના વાહનનો ફુલ વીમો લેવો જોઇએ. તેવું કલ્‍પેશભાઇ વાઘેલા દ્વારા તથા તેમની ટીમના મેમ્‍બર દ્વારા અકિલાને જણાવવામાં આવેલ.

 હાલમાં કલ્‍પેશભાઇ વાઘેલા તથા ભાવિનભાઇ પટેલ, તથા તેમની ટીમના મેમ્‍બરો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લોક અદાલતમાં અસંખ્‍ય કેસો ફેસલ કરવામાં આવતા હોય. જેના લીધે આખા ગુજરાતમાંરાજકોટને લોક અદાલતમાં કેસ ફેસલ કરવામાં સૌ પ્રથમ નંબર મળે છે. શ્રી કલ્‍પેશભાઇ વાઘેલા તથા ભાવિનભાઇ પટેલ તથા શ્રધ્‍ધાબેન અકબરી, અર્જુનભાઇ ગઢવી, કુણાલભાઇ ચાવડા તથા આદિત્‍યભાઇ મકવાણા દ્વારા અત્‍યાર સુધીમાં અંદાજે પ,૦૦૦ જેટલા કલેઇમ જજમેન્‍ટ લઇ તેમજ લોક અદાલતમાં સમાધાનથી પુરા કરેલ હોય જે પણ એક રેકોર્ડ છે. શ્રી કલ્‍પેશભાઇ એડવોકેટ દ્વારા આજરોજ અકિલા સાથેની વાતચીતમાં મુખ્‍યત્‍વે લોકોને કલેઇમ કઇ રીતે પાસ થાય તે જણાવવાનો મુખ્‍ય ઉદેશ હોય કે જેથી સમાજના લોકોને કલેઇમ કઇ રીતે પાસ થાય તેની સમજ પડે. અને કલ્‍પેશભાઇ વાઘેલા દ્વારા લોકોને પોતાના વાહનનો ફુલ વીમો લેવો જોઇએ. તેવો આગ્રહ રાખવામાં આવેલ. કે જેથી અકસ્‍માતના કિસ્‍સામાં કાયદાના પ્રબંધ મુજબ વળતર મળી શકે હાલમાં પણ તા. ર૩/૦૬/ર૦રર માં યોજાનાર લોક અદાલતમાં કલ્‍પેશભાઇ વાઘેલા તથા ભાવિનભાઇ પટેલ દ્વારા અંદાજે ૮૦ થી ૧૦૦ કેસ પુરા કરવામાં આવેલ હોય કે જેમાં અંદાજે રૂપિયા ૪ થી પ કરોડ જેટલું વળતર મંજુર કરવામાં આવેલ છે.

(3:41 pm IST)