Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

બાઇક ચાલકના અકસ્‍માત મૃત્‍યુના કેસમાં આરોપીનો નિર્દોષ - છૂટકારો

રાજકોટ, તા.૨૯: અત્રે હીટ એન્‍ડ રન કેસમાં અકસ્‍માત કરી મૃત્‍યુ નિપજાવવાના ગુન્‍હામાં રાજકોટના આદીત્‍ય ચારોલીયાનો નિર્દોષ છૂટકારો ધ્રોલ કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટ ખાતે રહેતા આદીત્‍ય ચારોલીયા પોતાના પરીવાર સાથે ફેબ્રુ-૨૦૨૨માં જામનગરથી રાજકોટ પોતાની અર્ટીકા કાર લઇને આવતા હતા અને બાવલી નદીના પુલની વચ્‍ચે એક બાઇકસવાર જઇ રહેલ હતા તેને પાછળથી ઠોકર મારતા તેનું બાઇક કારમાં ફસાઇને દુર સુધી ઢસડાયેલ અને બાઇક ચાલકનું સ્‍થળ ઉપર જ મૃત્‍યુ નિપજેલ હતુ ત્‍યારબાદ આરોપી નાશી ગયેલ અને બાદમાં નજરે જોનાર સાહેદની ફરીયાદ ઉપરથી બે દિવસ બાદ આરોપીની આઇ.પી.સી.૩૦૪(એ) ૨૭૯, તથા મોટર વ્‍હીકલ એકટની કલમ ૧૭૭, ૧૮૪ ૧૩૪ હેઠળ ધરપકડ કરેલ.

આ કેસ ચાલી જતા નજરે જોનાર સાહેદ તથા તપાસનીસ સાહેદની ઉલટ તપાસ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ અને જેમા સાહેદએ કબુલ કરેલ કે તે બનાવ બાદ એક થી બે સેકન્‍ડ બાદ ત્‍યાં પહોંચેલ હતા અને બનાવ નજરે જોયેલ નથી પરંતુ એક થી બે સેકન્‍ડ બાદ જોયેલ, જયારે આરોપીને ઓળખી બતાવવાનું કહેવામાં આવતા તેઓએ આરોપીને જોયેલ ન હોવાનુ કહેલ અને ગાડીના નંબર પણ યાદ ન હોવાનુ કહેલ જે તમામ બાબતોને ધ્‍યાને લઇને બે સેકન્‍ડમાં કોઇ ફસાઇ ગયેલ બાઇકને તથા મરણ જનારને કાર નીચેથી કાઢી અને નાશી જાય તે શકય નથી તેવા તારણ ઉપર આવી તથા આરોપીના નિર્દોષ વકીલની દલીલોને ધ્‍યાને લઇ અને આ કામમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો ધ્રોલના જયુ.મેજી.શ્રીએ હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર તરફે વકીલ શ્રી સંજય જે.જોષી ત્રિશલા જોષી, રૂષી જોષી રોકાયેલ હતા.

(3:43 pm IST)