Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા અષાઢી બીજ સેવા કાર્યોથી ઉજવાશે

ગામડે ગામડે ચબુતરાની સફાઇ : ચણ એકત્રનું કાર્ય

રાજકોટ તા. ૨૯ : કચ્‍છી નવુ વર્ષ એવા અષાઢી બીજ પર્વની ઉજવણી પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા સેવા કાર્યો સાથે ઉજવાશે.પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મહામંત્રીઓ હિરેનભાઇ હીરપરા, સરદારભાઇ ચૌધરીની રાહબરીમાં ગામડે ગામડે પક્ષીઓના ચબુતરાની સફાઇ કરાશે. તેમજ ચણ એકત્ર કરવામાં આવશે.

આ કાર્યક્રમના પ્રદેશ ઇન્‍ચાર્જ તરીકે સુરેશભાઇ વસરા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજયભાઇ કોરાટને સહ ઇન્‍ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 

(4:06 pm IST)