Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કેજરીવાલનું શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલ જગપ્રસિધ્ધ, જેની જાણકારી સૌ કોઈ યુ- ટયુબમાંથી લઈ શકે

ભાજપનું પ્રતિનિધિ મંડળ તેની નીતિ પ્રમાણે દિલ્હી સરકાર માટે નબળુ બોલવાનું કામ કરી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરશેઃ ઈન્દ્રનિલ

રાજકોટઃ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરૃએ મહત્વપૂર્ણ મુદ્દે વિડિઓ દ્વારા માહિતી આપવા કહ્યું કે, આજે ભાજપનું પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં સરકારી શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર ની મુલાકાતે ગયું છે. તેમાના એક પ્રતિનિધિ સ્ક્રિપ્ટ લઈને ગયા છે. ત્યાં જઈને પોતાના રીતે વ્યવસ્થિત નિરીક્ષણ કર્યા વગર જ સ્ક્રિપ્ટ પ્રમાણે દિલ્હી સરકાર માટે નબળું બોલવાનું, સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી અફવાઓ ફેલાવીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે.

૨૭ વર્ષના ભાજપ સરકારના નિષ્ફળ શિક્ષણ મોડલને છાવરવાનું કાર્ય  થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તે પોતે દિલ્હી આવે અને જે કેજરીવાલ મોડલના સમગ્ર વિશ્વમાં વખાણ થયા થયા છે તેની મુલાકાત લે, તેનું નિરીક્ષણ કરે અને ગુજરાતમાં પણ પરિવર્તન ની પહેલ કરીને ગુજરાતની જનતાનું ભલું કરે. પરંતુ ગુજરાતની જનતા સામે ખોટું બોલવાનું તેમને ગેરમાર્ગે દોરવાનું, ગુજરાતની જનતાનું ભલુંના કરવાની માનસિકતા ધરાવતી આ ભાજપ થી ગુજરાતના લોકોએ જાગૃત રહેવાની જરૃર છે.

દિલ્હીમાં ખરા અર્થે જનહિત માટે કેવા કર્યો કરવામાં આવ્યા છે, કેવી શિક્ષણ પ્રણાલી અને સ્વાસ્થ વ્યવસ્થા બનાવામાં આવી છે અને દિલ્હીના રહેવાસીઓને કેટલી સુખ-સુવિધાઓ આપવામાં આવી છે તેની જાણકારી પોતે ગુજરાત ની જનતા ગૂગલ, યૂ-ટ્યૂબ, અને સોશ્યિલ મીડિયાના પેજ પર થી લે અને સત્ય જાણવાનો પ્રયાસ કરે જેનાથી કોઈ પણ તેમને ગેરમાર્ગેના દોરી શકે. ગુજરાતનું વ્યકિત આમ કરી એક જાગૃત નાગરિકની ફરજ બજાવે એવી  અપિલ ઈન્દ્રનિલ રાજયગુરૃએ કરી છે.

(4:40 pm IST)