Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટમાં રથયાત્રાના રૂટ પર એક કલાક અગાઉ નો પાર્કિંગ અને પ્રવેશબંધી કરાશે

રથયાત્રા શ્રી જગન્નાથમંદિર કૈલાસધામ આશ્રમ નાના મૌવા ગામથી શરૂ થઈ રાજકોટ શહેરના મુખ્ય માર્ગો ઉપર ૨૨ કિલોમીટર જેટલા વિસ્તારમાં પસાર થશે

રાજકોટ : આગામી તા ૦૧/૦૭/૨૦૨૨ ના રોજ અષાઢીબીજ પર્વ નીમીત્તે યોજાનાર રથયાત્રા શ્રી જગન્નાથમંદિર કૈલાસધામ આશ્રમ નાના મૌવા ગામથી શરૂ થઈ રાજકોટ શહેરના મુખ્ય માર્ગો ઉપર ૨૨ કિલોમીટર જેટલા વિસ્તારમાં પસાર થનાર હોય, જેમા મુખ્ય ત્રણ રથ અને અનેક ફ્લોટ જોડાનાર હોય જેથી આ રથયાત્રા અને આમ જનતાને કોઇજાતનો ટ્રાફિક અવરોધ ન થાય તે માટે અષાઢીબીજ પર્વની રથયાત્રા જે જે જગ્યાએથી પસાર થશે તે રોડ ઉપર પસાર થવાના એક કલાક અગાઉ નો-પર્કીંગ અને પ્રવેશ બંધ‚ કરવામાં આવશે તેમજ જનતાને ટ્રાફિકની સરળતા ખાતર ટેમ્પરરી(કામચલાઉ) ડ્રાઇવર્ઝન આપવામાં આવશે મદદનિશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા રાજકોટ શહેર ની યાદીમાં જણાવ્યું છે

 

(11:53 pm IST)