Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

લોધીકા દેવગામના કેવલ રાઠોડે સીમમાં ઝેર પી જિંદગી ટૂંકાવી

૧૯ વર્ષના યુવાને રાજકોટમાં દમ તોડ્યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૯: લોધીકાના દેવગામમાં રહેતાં કેવલ રમેશભાઇ રાઠોડ (ઉ.૧૯) નામના યુવાને ગત સાંજે ઘરેથી ફાકી ખાવા જઇ રહ્યાનું કહીને નીકળ્યા બાદ ગામની સીમમાં ઝેર પી લેતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. કેવલ ત્રણ ભાઇમાં વચેટ હતો. તે પિતા સાથે ડ્રાઇવીંગ કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે સ્વજનો કંઇ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:43 am IST)