Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજકોટ શહેર - જિલ્લામાં વિઠ્ઠલભાઇની સ્મૃતિમાં રકતદાન કેમ્પ

રાજકોટ : જિલ્લા બેંકના ચેરમેન પૂર્વ સાંસદ સ્વ. શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મૃતિમાં આજે તા. ૨૯મીએ શુભેચ્છક સંસ્થાઓ દ્વારા રાજકોટ શહેર - જિલ્લામાં વિવિધ સ્થળોએ રકતદાન કેમ્પ યોજાયેલ છે. મવડીમાં જામકંડોરણા તાલુકા પરિવાર દ્વારા અને વાણિયાવાડીની પટેલ વાડીમાં પટેલ સમાજ દ્વારા રકતદાન કેમ્પ યોજાયેલ. આ પ્રસંગે પાટીદાર સમાજ, સરદાર પટેલ સેવાદળ તેમજ સહકારી સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ડી.કે.સખિયા, લલિત રાદડિયા, અરવિંદ તાળા, મનસુખ સાવલિયા, શૈલેષ ગઢીયા, વિરભદ્રસિંહ જાડેજા, વિનુભાઇ ગઢીયા, અનિલ ગોંડલિયા વગેરેએ ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

(1:05 pm IST)