Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જૂગારની મોસમનો પ્રારંભઃ થોરાળા, હંસરાજનગર અને રૈયાધારમાં ત્રણ દરોડામાં ૧૮ ઝપટે ચડ્યા

ક્રાઇમ બ્રાંચ, પ્ર.નગર અને યુનિવર્સિટી પોલીસના દરોડાઃ એક મકાનમાંથી ચાર મહિલા પણ પત્તા ટીચતા પકડાઇઃ એક લાખથી વધુની રોકડ કબ્જે

રાજકોટ તા. ૨૯: શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યાં જ પત્તાપ્રેમીઓ પટમાં આવી ગયા છે. જૂગારના બે દરોડામાં ક્રાઇમ બ્રાંચે નવા થોરાળામાં એક મકાનમાં દરોડો પાડી મકાન માલિક સહિત પાંચને  તિનપત્તી રમતાં પકડી લઇ ૫૩૩૦૦ની રોકડ કબ્જે કરી હતી. જ્યારે રૈયાધારમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં ૭ને પકડી લઇ રૂ. ૩૩૨૫૦ રોકડા કબ્જે લીધા હતાં. આ ઉપરાંત પ્ર.નગર પોલીસે હંસરાજનગરમાં ડુપ્લેકસમાં દરોડો પાડી જૂગાર રમતાં ચાર મહિલા સહિત છને પકડી લઇ રૂ. ૨૦૪૩૦ કબ્જે લીધા હતાં. આમ ત્રણ દરોડામાં ૧૮ને પકડી લઇ કુલ રૂ. ૧,૦૬,૯૮૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બી. જે. ઝાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ આર. ગોહિલની બાતમી પરથી નવા થોરાળા-૪માં ચોરા સામે રહેતાં હિતેષ ધીરૂભાઇ આંબલીયા (ઉ.૩૨)ના ઘરમાં દરોડો પાડી હિતેષ તથા જીજ્ઞેશ પરષોત્તમભાઇ સાકરીયા (ઉ.૩૭-રહે. હરિધવા રોડ રાજલક્ષ્મી સોસાયટી-૭), હર્ષદ નરસીભાઇ આંબલીયા (ઉ.૩૮-રહે. રામપાર્ક-૨, મુરલીધર વે બ્રીજ આગળ, કોઠારીયા રોડ), પરષોત્તમ નરસીભાઇ આંબલીયા (ઉ.૩૦-રહે. નવા થોરાળા-૨૯) તથા અરવિંદ ધીરૂભાઇ આંબલીયા (ઉ.૩૭-રહે. કોઠારીયા ગામ જાનકી પાર્ક)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૫૩૫૦૦ની રોકડ કબ્જે કરી હતી.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. સાથે વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતાં.

બીજા દરોડામાં પ્ર.નગર પોલીસે પોપટપરા હંસરાજનગર-૧માં વિરભંજન ડુપ્લેકસમાં રહેતાં નયન ઉર્ફ નિકુ રમેશભાઇ કારવા (ઉ. ૨૯)ના ઘરમાં દરોડો પાડી તેને તથા પ્રદિપ ઉર્ફ કાનો રાજુભાઇ જેઠવાણી (ઉ.૩૦-રહે. જંકશન પ્લોટ-૧૫ ક્રિષ્ના એપાર્ટમેન્ટ-૩૦૩), જયશ્રીબેન વિવેકભાઇ ઓઝા (ઉ.૩૦-રહે. નાગેશ્વર સેલિબ્રેશન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૨), ભાવનાબેન ત્રિકમભાઇ આહુજા (ઉ.૪૦-રહે. હંસરાજનગર-૪), સીમાબેન ખુશાલભાઇ રામચંદાણી (ઉ.૫૪-રહે. સિંધી કોલોની મેઇન રોડ જલારામ બેકરી સામે) તથા સીમરનબેન રવિભાઇ ગોકલાણી (ઉ.૨૯-રહે. પરસાણાનગર-૭, શુભ-લાભ)ને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૦૪૩૦ની રોકડ કબ્જે લેવાઇ હતી.

એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડાની સુચના મુજબ પીએસઆઇ કે. ડી. પટેલ, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, યુવરાજસિંહજાડેજા, કુલદિપસિંહ રાણા, અક્ષય ડાંગર, અશોક હુંબલ, મહાવીરસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડ્યો હતો.

જ્યારે ત્રીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે મફતીયાપરામાં ખુલ્લી જગ્યામાં જૂગાર રમી રહેલા રૈયાધારના લાલા બીજલભાઇ ભોણીયા (ઉ.૩૦), મહેન્દ્ર કેશુભાઇ મકવાણા (ઉ.૨૭), સાગર અમુભાઇ મકવાણા (ઉ.૨૭), ધર્મેશ મનસુખભાઇ રાઠોડ (ઉ.૨૩), મનહરપુર-૧ના મુકેશ નાગેશ્વરભાઇ બિહારી (ઉ.૪૪), રૈયાધારના ભૂપત બીજલભાઇ રાઠોડ (ઉ.૫૮) અને સાધુ વાસવાણી રોડ એકલવ્યનગર મફતીયપારાના ગુલાબ ગીધાભાઇ રાઠોડ (ઉ.૩૨)ને પકડી લઇરૂ. ૩૩૨૫૦ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા,જયંતિગીરી, રાવતભાઇ, બલભદ્રસિંહ, સહદેવસિંહ, બ્રિજરાજસિંહ સહિતે આ દરોડો પાડ્યો હતો.

(1:08 pm IST)