Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજકોટના યુવા ડાયરેકટર પ્રોડ્યુસર કપિલ નથવાણીની ફિલ્મ 'જસ્ટિસ'ને સિનેમેજિક એવોર્ડ

મહિલા આધારિત વાર્તાને ધ્યાનમાં લઇને એવોર્ડ અર્પણ કરાયો

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા. ૨૯ : રાજય નો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ધીમે ધીમે મૃતપાય થઇ રહ્યો છે ત્યારે ગુજરાતી ફિલ્મોના દર્શકો ધીમેધીમે ઘટતા જાય છે રાજકોટના યુવા ડાયરેકટર પ્રોડ્યુસર કપિલ નથવાણી દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલ ગુજરાતી ફિલ્મ જસ્ટિસને સિનેમેજિક એવોર્ડ મળતા આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બને છે

આ અંગે આ ફિલ્મના ડાયરેકટર કપિલ નથવાણીનો સંપર્ક કરતાં તેઓએ જણાવેલ કે ગુજરાતી ફિલ્મો અત્યાર સુધીમાં જે બનેલ છે તેમાં મોટાભાગની પુરુષ પ્રધાન ફિલ્મો બનેલ છે જયારે મારી ફિલ્મ justice માં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવેલ છે મહિલા પ્રધાન ફિલ્મ હોવાના કારણે આ ફિલ્મ રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રના ઘણાબધા શહેરોમાં સારી એવી ચાલી છે અને સારો એવો ધંધો કરી આપેલ છે

અમદાવાદમા ટીજીવી હોટલ માં યોજાયેલ એક સમારંભમાં જયારે સિનેમેજિક એવોર્ડ કપિલ નથવાણી ને આપવામાં આવ્યો ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ કલાકારો ડાયરેકટરો અને દિગ્દર્શકો હાજર રહ્યા હતા જેમાં ફિરોજ ઇરાની પ્રિતેશ વોરા મૌલિક મહેતા ભરત શર્મા સહિતના અનેક જાણીતા ચહેરાઓ એ આ એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી. 

(2:49 pm IST)