Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ચાલો લંબાવીએ દોસ્તીનો હાથ : રવિવારે 'ફ્રેન્ડશીપ ડે'

ફ્રેન્ડને ગીફટ કરી શકાય તેવા બેલ્ટ, કાર્ડ અને થોકબંધ આર્ટીકલો બજારમાં ગોઠવાઇ ગયા : આ વખતે સ્પે. કપલ ફ્રેન્ડશીપ બેલ્ટ તેમજ બ્રેસ્લેટ ટાઇપ ડાયમંડ જડીત બેલ્ટ અનોખુ આકર્ષણ જમાવી રહ્યાનું જોહર કાર્ડસવાળા હસનેનભાઇ જણાવે છે

રાજકોટ તા. ૨૯ : 'યે દોસ્તી હમ કભીના તોડેંગે' ગીત ગુનગુનાવવાના દીવસો હવે નજીક છે. એવું પણ કહેવાય છે કે જેની પાસે જાજી મિલ્કત હોય તે અમીર નહીં પણ જેની પાસે જાજા દોસ્તો હોય તે ખરો અમીર ગણાય.

ત્યારે આવા દોસ્તીના સંબંધોને રીચાર્જ કરવાનો સમય એટલે 'ફ્રેન્ડશીપ ડે!' આગામી તા. ૧ ઓગષ્ટના રવિવારે 'ફ્રેન્ડશીપ ડે' છે. દોસ્તના કાંડે રંગબેરંગી સુશોભનથી ઓપતો બેલ્ટ બાંધીને કે દીલને સ્પર્શીજાય તેવા લખાણવાળુ કાર્ડ આપીને કે કઇક ગીફટ આપીને આ દિવસની ખુશીભેર ઉજવણી કરવાનું ચલણ આપણે ત્યાં છેલ્લા ઘણા સમયથી શરૂ થઇ ચુકયુ છે.

આપણા પ્યારા દોસ્તને ખુશ કરી દયે તેવા બેલ્ટ, કાર્ડસ અને ગીફટ આર્ટીકલો બજારમાં આવી ચુકયા છે. આવી બધુ વસ્તુઓના જુના અને જાણીતા વિક્રેતા જોહર કાર્ડસવાળા હસનેનભાઇ અને યુસુફભાઇ જણાવે છે કે આ વર્ષે નવુ કહી શકાય તેવા કપલ ફ્રેન્ડશીપ બેલ્ટ તેમજ અમેરીકન ડાયમંડ જડીત બેલ્ટનું આગમન થયુ છે. ઉપરાંત લેધર બેલ્ટ, ગુંથણી કરેલ બેલ્ટ, કોડીથી શણગારેલા બેલ્ટ, જુમ્મર લટકણીયાવાળા બેલ્ટ, લોક એન્ડ કી વાળા બેલ્ટ, ડાયમંડથી ફ્રેન્ડ લખેલા બેલ્ટ, બ્રેસલેટ ટાઇપ બેલ્ટ, સ્પે. લેડીઝ બેલ્ટ, સાટીનની પટ્ટીમાં લખાણવાળા બેલ્ટ, નવરંગી બીટસના બેલ્ટ, પ્લાસ્ટીકના વોટર પ્રુફ લખાણવાળા બેલ્ટ બજારમાં મોટા પ્રમાણમાં આવ્યા છે.

માય ડીયર ફ્રેન્ડ, માય બેસ્ટ ફ્રેન્ડ, સુપર ફ્રેન્ડ, ગ્રેટ ફ્રેન્ડ લખાણવાળા બેલ્ટ, કીંગ એન્ડ કવીનવાળા બેલ્ટ, બ્રોકન હાર્ટવાળા બેલ્ટ પણ જોવા મળે છે.

ઉપરાંત ડીઝાઇનેબલ કીચેઇન, લોકેટ, રીસ્ટ વોચ, મગ, શોપીસ ફોટો ફ્રેમ, આંગળીમાં પહેરવાની વીટી, બેઝ વગેરે તેમજ મિત્રને હેન્ડ ટુ હેન્ડ કે પોષ્ટ કુરીયર દ્વારા આપી શકાય તેવા વિવિધ કાર્ડસ પણ આકર્ષણ જમાવી રહ્યા છે. સ્પે. સ્ક્રેપ બુક, ડાયરી, ચોકલેટ જેવી વસ્તુઓની પણ લોકો હોંશે હોંશે ખરીદી કરતા હોય છે. તેમ જોહર કાર્ડસવાળા હસનેનભાઇ અને યુસુફભાઇએ જણાવેલ છે. 

(2:54 pm IST)