Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મ.ન.પા.ના ચેરપર્સન-નેતા અને ફાયર ઓફીસર માટે અધડા કરોડની મોટરકાર ખરીદાશે

કાલે સ્ટેન્ડીંગ કમીટીઃ ૩૯ દરખાસ્તોનો થશે નિર્ણય : ન્યારી-ડેમ ચેઇનલીન્ક જાળી નંખાશેઃ આજીડેમે રામવનમાં ''રામ ભગવાન જીવન ચરિત્ર''ની પ્રતિમાઓ મુકવા કોન્ટ્રાકટઃ નવા ૪ સીટી ઇજનેરોની જગ્યા ઉભી કરાશે''

રાજકોટ તા. ર૯ : આવતીકાલે તા.૩૦ના બપોરે૧ર વાગ્યે મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમીટી યોજાશે જેમાં મ.ન.પા.ના શાસકનેતા ચેરપર્સન ફાયર ઓફીસર વગેરે માટે ૪૭ લાખના ખર્ચે કુલ ત્રણ મોટરકાર ખરિદવા સહીત ૩૯ દરખાસ્તોનો નિર્ણય લેવાનાર છે.

કાર ખરિદીની આ દરખાસ્ત મુજબ ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના ચેરપર્સન માટે ૧૧-૮૧ લાખના ખર્ચે મહીન્દ્રા મહાન્ટ્રો કાર ખરિદાશે.

જયારે શાશક નેતા માટે ર૧.૧ર લાખના ખર્ચે નવી ઇનોવાકાર ખરિદાશે અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ઓફીસર માટે ૧૪.૬૪ લાખની સ્કોર્પીયો કાર એમ કુલ ૪૭.પ૩ લાખના ખર્ચે ૩ નવી કાર ખરીદાશે.

આ ઉપરાંત ન્યારી-૧ ડેમના પાળા ઉપર ચેઇનલીન્ક જાળી સપ્લાય કરી તેનું ફીટીંગ કરવાનો ર૬.૬૪ લાખનોકોન્ટ્રાકટ મંજુર કરવા.

ઉપરાંત મ.ન.પા.માં હાલના ત્રણ ઝોનનાં ત્રણ સીટી ઇજનેરોની જગ્યા ઉપરાંત હવે શહેરની હદ વધતા ૪ નવી સીટી ઇજનેરની જગ્યા ઉભી કરવાની દરખાસ્ત છે.

જયારે આજી ડેમે નિર્માણ થઇ રહેલા વિશાળ રામવન (અર્બન) ફોરેસ્ટમાં ભગવાન રામના જીવન આધારિત પ્રસંગો જીવંત કરતી  પ્રતિમાઓ મુકવા અંગેનો નિર્ણય લેવા સહીત કુલ ૩૯ જેટલી દરખાસ્તોનો નિર્ણય લેવાશે. 

(3:29 pm IST)