Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

'મરણ' તો સૌનુ થાય પરંતુ 'સ્મરણ' તો ઇતિહાસ લખીને જાય તેવા વિરલ વ્યકિતનું થાય... તારલા જેવું ઝળહળતું જીવન જીવી ગયા

વિઠ્ઠલભાઇ રાદડિયા : દરિયા જેવું વિશાળ હૃદય - હિમાલય જેવા ઉચ્ચ વિચાર

છાત્રાલયના છાત્રો પાસે પૈસા ન હોય ત્યારે ખીસ્સામાંથી પૈસા કાઢીને આપતા : પુત્ર જયેશભાઇને સંપત્તિની સાથે 'લોકસેવા' વારસામાં આપતા ગયા : તેમની એક હાકલથી લાખો ખેડૂતો એકત્ર થઇ જતા

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલા વેબ એડિશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાની ફાઇલ તસ્વીર.

મરણ તો સૌ નું થાય, પરંતુ સ્મરણ તો એવા કોઈ વ્યકિતત્વ નું જ થાય કે જેઓ ઈતિહાસને લખીને જાઈ, આવા ઈતિહાસને લખનાર.

ખેડૂતના હૃદયસમ્રાટ, સહકારી ક્ષેત્રેના ભીષ્મપિતામહ, સાચા લોકસેવક, દરિયા જેવું વિશાળ હૃદય, હિમાલય જેવા ઉચ્ચ વિચાર, સૂર્ય જેવું તેજસ્વી જીવન, ચંદ્ર જેવો શીતળ સ્વભાવ, તારલા જેવું જળહળતું જીવન જેઓ જીવીને ગયા એવા વ્યકિતત્વની વાત આજ એમની ભૂમિ પર લઇને આવ્યો છુ.

૮ નવેમ્બર ૧૯૫૮નો એ દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર માટે એક નુતન પ્રભાત લઇ ને આવ્યો હતો. સૌરાષ્ટ્રના જામકંડોરણામાં એક વિરલ વ્યકિતત્વ સમા વિઠ્ઠલભાઈનું આ ધરતી પર અવતરણ થયું હતું, કહેવાઈ છે જયારે જયારે ઈશ્વરને આ ધરતી પણ અવતરણ લેવાનું મન થાઈ ત્યારે ઈશ્વર કોઈ ને કોઈ અણમોલ વ્યકિતત્વને આ ધરતી પર અવતરણ કરાવતા હોઈ છે, એવું જ બન્યું આ રાદડિયા પરિવારમાં ને જન્મ થયો 'વિઠલ'નો, બાળપણથી જ નીડર અને સાહસીક સ્વભાવ ઘણું બધું કઈ જતો હતો, વિદ્યાર્થીકાળથી જ તેમનામાં નેતૃત્વના ગુણ ખીલેલા હતા ત્યારે બીએ સુધીનો અભ્યાસક્રમ એમને પૂર્ણ કર્યો અને શરૂ થઇ રાજકીય કારકિર્દી તરફની આગેકુચ ૧૯૮૭માં જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા, ૧૯૯૦માં ધોરાજી - જામકંડોરણાના ધારાસભ્ય તરીકે ચુંટાયા, ૧૯૯૦થી ૨૦૦૦૧ સુધી સતત ધારાસભ્ય તરીકે ચુંટાયા, ત્રણ વખત લોકસભાના પોરબંદર બેઠકના સભ્ય તરીકે ચુંટાયા તો વળી ૧૯૯૬ થી ૧૯૯૮માં ખાણ ખનીજ અને સહકાર ખાતાના મંત્રી તરીકેની યશસ્વી કાર્યભુમી નિભાવી. ૧૯૯૭ થી ૧૯૯૮માં સિંચાઈ ખાતાના કેબીનેટ મંત્રી રહ્યા, ૨૦૦૦ થી ૨૦૦૩ સુધી રાજકોટ જીલ્લાના પ્રમુખ પદ પર રહી યશસ્વી કામગીરી નિભાવી.તેઓ કોઈપણ પક્ષના નિશાન પર ચુંટણી લડે પોતાની વ્યકિતગત તાકાત પર જીતી બતાવતા હતા, તેમની હાકલ પર શકિત પ્રદશન માટે લાખો ખેડૂતો એકત્ર થઇ જતા. વિઠ્ઠલભાઈની કામ કરવાની પદ્ઘતિ અને જુસ્સો યુવાનોને શરમાવે એવો રહ્યો છે. ખેડુત નેતા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલભાઈને અમે જયારે જામકંડોરણા એમની કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા ત્યારે અમારી પાસે પૈસા ના હોઈ તો પોતે બધા વિદ્યાર્થીને નિસ્વાર્થ ભાવે પોતાના ખીસ્સાના પૈસા આપતા મે મારી નરી આખે જોયા છે

અનેક સંસ્થામાં પોતાની પગદંડી જમાવી અનેક સામજિક સંસ્થાના ચેરમેન અને પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી. 'ખેડૂત નેતા' એવા વિશેષણથી લોકો એ તેમને નવાજયા. રાજકીય ક્ષેત્રે લોકપ્રિય હતા તેટલા જ સમાજસેવામાં પણ અવ્વલ હતા, પુત્રવધુને ખરા અર્થ માં દીકરી બનાવી કન્યાદાન કરનાર અને શ્રીનાથજીમાં અખૂટ શ્રદ્ઘા દાખવનાર વિઠ્ઠલભાઈ એક નોખી માટીના માનવી હતા.

ઇફકોના વાઈસ ચેરમેન પદે રહી અનેક લોકોના લોકઉપયોગી કાર્ય કર્યા. જામકંડોરણા ૪૫ વીઘામાં ગૌ શાળા બનાવી ગૌ ઉપયોગી કાર્ય કર્યા, ખેતીનો પાક નિષ્ફળ જાઈ ત્યારે ખેડૂતોને થયેલી નુકશાનીનું પૂરેપૂરૃં વળતર વિમા કંપની ચુકવે એ માટે વિઠ્ઠલભાઈના પરીણામ લક્ષી પ્રયાસોથી કોણ અજાણ છે? ખેડૂતોને વગર વ્યાજની લોન અપાવવી, પૂરતા પ્રમાણમાં ખાતર બિયારણ અપાવવું, તેમજ વાડી - ગામોના રસ્તા બનાવવા અરે એટલું જ નહિ કે કે માત્ર ખેડૂતોને સમાજ ! પંરતુ મજુરવર્ગ, અન્ય સમાજના ગરીબ લોકો, પીડિતો અને સમાજના કચડાયેલા વર્ગોના હિતોની હિફાજત જેમને આબેહુબ કરી છે એવા અડીખમ વ્યકિત હતા વિઠ્ઠલભાઈ, કે જેમણે શેક્ષણિક સંકુલો સ્થાપવ્યા સમાજ માટે હરિદ્વાર, નાથદ્વારા, દ્વારકા, જેવા સ્થળો પર અતિથી ગૃહો બનાવ્યા અરે સમાજ પ્રત્યે કઈક કરી છુટવાની ભાવનાથી તેઓ હરહંમેશ સજાગ રહેતા સમાજ માટે કેટલા કાર્યો કર્યા તે ગણી શકાય તેમ નથી. તેમની ખાસિયત એ હતી કે તેમણે કોઈપણ સમાજ, જ્ઞાતિ કે અટક જોયા વગર દરેક વર્ગના કાર્ય તેમને કર્યા છે.

પરંતુ તા. ૨૯.૦૭.૨૦૧૯ ના એ દિવસે ગુજરાતના ભૂમિપુત્રો નોંધારા બન્યા, ધરતી એ પોતાના ભ્રમણ અટકાવ્યા અને ગરીબોના બેલી એ આ ધરતીમાંથી અણધારી વિદાઈ લીધી, ગૌ સેવા અને લોકસેવાના હિમાયતી એવા વિઠ્ઠલભાઈ તમારૃં સ્મરણ અમારી જિંદગીનો એક ભાગ બની ગયો છે, કાર્યો સદા એવા કર્યા કે હૃદયમાં સૌ ના ગુંજયા કરે, હસતો રાખી ચહેરો તમે ધૂપસળી જેવું જીવન જીવી ગયા, તમારો સ્નેહ નીતરતો સદાય લાગણીશીલ સ્વભાવ અમો કયારેય વીસરશું નહિ,

આ સૌરાષ્ટ્ર તે મહાન વ્યકિતત્વને કયારેય નહિ ભૂલી શકે જેમણે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી સેવાના શબ્દને સાર્થક કર્યો

તેજ, તાકાત અને તરવરાટના સંગમ સમાન અડીખમ નેતા વિઠ્ઠલભાઈ પોતાના વ્યકિતગત તાકાતથી સિદ્ઘી અને પ્રસિદ્ઘી મેળવી, પિતાજીનો લોકસેવાનો વારસો સંભાળી જયેશભાઈ રાદડિયા કેબીનેટ મંત્રીપદ સુધી પહોંચ્યા, ત્યારે કહેવાઈ કે એક પિતા તરફથી દીકરાને વારસામાં સંપતિ મળે જયારે વિઠ્ઠલભાઈ એ એમના દીકરાને સંપતીની સાથે સાથે 'લોકસેવા' વારસામાં આપતા ગયા.

આજે પણ એમની દ્વિતીય પુણ્ય તિથિ નિમિત્તે અસંખ્ય જગ્યા પર થઈ રહેલ બ્લડ ડોનેશન કેમ્પ એમની લોકો પ્રત્યેની લાગણી દર્શાવે છે.

એટલે જ કહેવાયું કે વિઠ્ઠલભાઈ નોખી માટીના માનવી હતા.

આલેખન

હાર્દિક જે. સોરઠીયા

મો. ૯૦૩૩૫ ૦૭૯૩૧

(3:31 pm IST)