Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પુસ્તક અવલોકન ધન્વી માહી

પૂ.પૂર્ણચન્દ્રસુરિજી લિખિત એકત્વ ભાવનાના ચાર પુસ્તકોનું વિમોચન

માત્ર કુરીયર ચાર્જ પર વિનામુલ્યે મેળવવાની વ્યવસ્થા : સંપર્કસ્થાન - શ્રી સુવિધિનાથ જૈન મંદિર ભૂજ

માત્ર નવ વર્ષની વયે ગૃહત્યાગ કરી ૧૧ વર્ષની કુમળીવયે આધ્યાત્મયોગી પુ. શ્રી કલાપૂર્ણસુરીશ્વરજી મ.સા.ના હસ્તે ભાવગત દીક્ષા અંગીકાર કરનાર અને હાલ આચાર્યપદે બીરાજમાન પૂ.આ.શ્રી પૂર્ણચન્દ્રસુરીજી મ.સા. દ્વારા સંયમથી રીઅલ લાઇફ અંતર્ગત ૧૨ બાર ભાવના ઉપરના ૫૦ પુસ્તકો બહાર પાડવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ચાર ભાવના ઉપરના પુસ્તકો તેમના પ૦ વર્ષના સંયમ જીવનના ઉપલક્ષમાં માધાપર કચ્છ મુકામે ચાતુર્માસ પ્રવેશના શુભ દિને વિમોચન કરાયા હતા. જેમાં (૧) એકલા આવ્યા.. એકલા જવાના.., (ર) મારૂ કોઇ નથી, (૩) મારી સાથે શું?, (૪) કરમને નથી શરમ નો સમાવેશ થાય છે. આ ચારય પૂસ્તકોમાં બહારની દુનિયામાંથી ભીતરની દુનિયામાં જવાનો સરસ માર્ગ લેખક દ્વારા બતાવવામાં આવ્યો છે. આત્માનો સાક્ષાત્કાર કરાવવાનો સરસ પ્રયાસ થયો છે. આ બધા પુસ્તકો વિનામુલ્યે માત્ર કુરીયર ચાર્જ ચુકવવાથી મળી શકશે. આ માટે પૂ.આ.શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી સુવિધિનાથ જૈન મંદિર, જૈન ભવન, મુ. માધાપર (કચ્છ) જિ. ભૂજ મો.૯૮૨૧૪ ૦૮૯૧૧ અને મો.૯૫૭૪૧ ૭૮૨૬૮ ઉપર સંપર્ક કરવાથી મળી શકશે. 

(3:32 pm IST)