Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

યુવા ધારાશાસ્ત્રી અંશ ભારદ્વાજ અને સી.એચ. પટેલની લીગલ સેલના કન્વીનર પદે નિમણુંક

૨૭ વર્ષમાં રાજકોટ શહેર લીગલ સેલમાં સૌથી નાની વયના સંયોજક (કન્વીનર) તરીકે વરણી પામતા અંશ ભારદ્વાજઃ વકીલોમાં આનંદની લાગણી

રાજકોટ : શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અને પુર્વ સાંસદ તથા ગુજરાતના પ્રખર ઘારાશાસ્ત્રી સ્વ.અભય ભારદ્વાજના પુત્ર અંશ ભારદ્વાજ સાથે ધણા સમયથી લીગલ સેલ સાથે જોડાયેલા એવા રેવન્યુના વકીલ સી.એચ.પટેલનેની રાજકોટ શહેર ભા.જ.પ.ના પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી દ્વારા  રાજકોટ શહેર ભા.જ.પ. લીગલ સેલના સંયોજક તરીકે નિમણુંક કરતા રાજકોટનાં તમામ વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે.

 ૨૭ વર્ષે, રાજકોટ લીગલ સેલમા આજ દીન સુધીના સૌથી નાની વયના સંયોજક તરીકે અંશ ભારદ્વાજની નિમણુંક કરવામા આવેલ છે.

 રાજકોટ મહાનગર પાલીકાની ચુંટણી તથા રાજકોટ જીલ્લા પંચાયતની ચુંટણીમા પ્રદેશ સંયોજક દિલીપભાઈ પટેલના માર્ગદશન હેઠળ લીગલ સેલનુ કામ સંભાળ્યુ. તે પરફોર્મન્સની નોંધ લેતા, અંશ ભારદ્વાજને રાજકોટ શહેર લીગલ સેલ સંયોજકની જવાબદારી સાંેપવામા આવી છે.

 સ્વયંના કાર્યાથી પિતા સ્વ. અભયભાઈ ભારઘ્વાજને જીવંત રાખવા તેમજ તેમની નામનામાં વૃઘ્ઘી કરવી તે જ અંશ ભારદ્વાજનો જીવન લક્ષ્ય છે .

 સી.એચ. પટેલએ હાલ રાજકોટ રેવન્યુ બારના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહયા છે. ભા.જ.પ.ની વિચારધારાને સમર્પિત, લીગલ સેલ સાથે ખુબ વર્ષાથી સંકળાયેલ છે.

હાલની આ નિમણુંક થતા, પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલના હાલ જ સતત પાંચમી વખત કન્વીનર તરીકે નિમણુંક પામેલા તથા સૌરાષ્ટ્રના વકીલોની પીઠબળ એવા દીલીપભાઈ પટેલ તથા સૌરાષ્ટ્રના લીગલ સેલ કન્વીનર એવા હીતેશભાઈ દવે એ શુભેચ્છા પાઠવેલ હતી. સાથે પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલ તથા દિપકભાઈ જોષી એ પણ શુભેચ્૯। પાઠવેલ હતી.

 રાજકોટ શહેર ભા.જ.પ. લીગલ સેલની જવાબદારી અંશ ભારદ્વાજ તથા સી.એચ. પટેલ જયારે સંભાળવા જઈ રહયા છે ત્યારે પ્રદેશ ભા.જ.પ. શહેર ભા.જ.પ.ના પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયા, ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપભાઈ ડવ, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, ડે. મેયર દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, ભા.જ.પ. લીગલ સેલના હીતેશ ઘધવે, બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતા, ક્રિમીનલ બાર ના પ્રમુખ હીતુભા જાડેજા, નોટરી બાર એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ વિગેરે એ અંશ ભારદ્વાજ (મો.૯૭૨૭૪ ૭૩૭૩૦) તથા સી.એચ. પટેલને  (મો.૯૪૨૮૦ ૦૪૪૫૬) અભિનંદન પાઠવેલ હતા.

(3:33 pm IST)