Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી પ્રકરણમાં સત્ય શોધક સમિતિનો રીપોર્ટ તૈયાર

૧૦થી વધુ સબંધકર્તાઓના નિવેદન નોંધાયા : સોમવારે કુલપતિને સોંપાશે

રાજકોટ તા. ૨૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચીત માટી પ્રકરણમાં ૨૦ દિવસના તપાસના અંતે સત્ય શોધક સમિતિએ તેનો અહેવાલ તૈયાર કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ નેક કમિટિના આગમન પૂર્વે બ્યુટીફીકેશન અંતર્ગત સ્પોર્ટસ સંકુલમાં માટીના ફેરાના કામમાં વિસંગતતા માલુમ પડેલ. આ સંદર્ભે કુલપતિએ કોંગ્રેસની ફરીયાદને આધારે સત્ય શોધક સમિતિ ડો. ભાવીન કોઠારીના નેતૃત્વમાં રચી હતી. જેમાં માટીકામની ફરીયાદ કરનાર સીન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાને પણ સભ્ય બનાવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટીકાંડ સંદર્ભે રચાયેલી સત્ય શોધક સમિતિએ ૧૦થી વધુ સબંધકર્તાઓના નિવેદનો નોંધ્યા અને જરૂરી દસ્તાવેજો ચકાસ્યા હતા. સત્ય શોધક સમિતિના વિસ્તૃત તારણો કાઢીને એક અહેવાલ તૈયાર કર્યો છે જે સોમવારે કુલપતિ પ્રો. નિતીન પેથાણીને સોંપાશે.

(3:34 pm IST)