Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજકોટ એસટીમાં ટ્રાફિક વધ્યો : ૧૫ નવી ગુર્જર એકસપ્રેસ આવી : ૨ હજાર વિદ્યાર્થી પાસ નીકળ્યા

કર્મચારી આગેવાન ગેરહાજર અંગે ડીસીને રીપોર્ટ સોંપાયો

રાજકોટ તા. ૨૯ : કોરોના કાળ પૂરો થતા રાજકોટ એસટી તંત્રમાં હવે ટ્રાફિકમાં જબરો વધારો થયો છે, ડિવીઝનની રોજની આવક ૩૭ થી ૩૮ લાખે પહોંચી છે અને સરકારે હવે નોન એસી બસમાં ૧૦૦ ટકા મુસાફરોની છૂટ આપતા બસો ભરચક્ક જતી હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

સાધનોએ ઉમેર્યુ હતું કે, આ ઉપરાંત ૮ થી ૧૦ દિવસમાં ૧૫ જેટલી નવી ગુર્જર એકસપ્રેસ બસો પણ રાજકોટને ફાળવાઇ છે, જે જુદા-જુદા ડે૫ોમાં મુકી દેવાઇ છે.

સરકારે કોલેજ - ધો. ૧૨ અને હવે ધો. ૯ થી ૧૧નો ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેતા એસટી રાજકોટ ડિવીઝને વિદ્યાર્થી પાસ કાઢવાના શરૂ કરી દીધા છે, રાજકોટ અને પડધરી બે સ્થળેથી પાસ નીકળે છે, અને ૮ થી ૧૦ દિવસમાં ૨ હજાર જેટલા પાસ નીકળ્યાનું સાધનોએ કહ્યું હતું.

(3:35 pm IST)